કોડિનાર-તાલાલા સુગર મિલ કાર્યક્રમમાં અમિત શાહનું સંબોધન
ખાસ-ખબર ન્યૂઝ કોડીનાર
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી આજે શનિવારે સૌરાષ્ટના પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહનો આ પ્રવાસ બે દિવસનો રહેશે, જેમાં તેઓ સોમનાથ, જૂનાગઢ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમાં ધાર્મિક, સામાજિક અને વિકાસલક્ષી કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આજે હું તાલાલાના કોડીનાર આવ્યો છું ત્યારે સૌને મારા રામરામ. 2012માં હું અને નરેન્દ્રભાઇ આખી રાત આ મિલમાં રોકાયા હતા. જે બાદ આ મિલ બંધ થઇ. મોદી સાહેબે વચન આપ્યું હતું કે તેમણે આ મિલને ફરી શરૂ કરશે. તેમણે તેમનું વચન નિભાવ્યું. ખેડૂતોની સમૃદ્ધીનું કામ આ મિલો શરૂ થવાથી થશે. સરકારી યોજનાઓનો લાભ આપી ખેડૂતોને સમૃદ્ધ કરવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું. તેમણે સૌથી મોટું કામ એ કર્યું કે, 75 વર્ષની ખેડૂતોની સહકાર મંત્રાલય અલગ બનાવવાની માગ પુરી કરી. દરેક ક્ષેત્રમાં સહકારિતા મંત્રાલયે 60 કરોડથી વધારે ખેતીના આધારે જીવન ગુજારતા લોકો માટે વિકાસના દ્વાર ખોલી નાખ્યા. આજે 10 હજાર ખેડૂતોના જીવનમાં આ મિલ શરૂ થવાથી પરિવર્તન થશે.