માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલ દ્વારા ડેપ્યુટી કલેકટર રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના વિવિધ ગામડાઓમાં ખેડૂતોના કુવા,બોરની માલીકીના આધાર પુરાવાનું રેકોર્ડ ન મળતા ખેડુતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ બાબતે રાજુલા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલ દ્વારા ડેપ્યુટી કલેકટર પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, રાજુલા તાલુકાનાં વિવિધ ગામોનાં ખેડુતો દ્વારા મને મળેલ મૌખીક રજુઆતો અનુસાર રાજુલા તાલુકાનાં ગામોના ખેડુતોના કુવા, બોરના માલીકીના આધાર-પુરાવાનું રેકોર્ડ ગામ નમુના નં.16 નાં દાખલા તલાટી કમ મંત્રીઓએ આપવાનાં હોય છે. તેમ છતાંપણ તલાટી ક્રમ મંત્રીઓ ખેડુતોને આ દાખલા કાઢી આપવાની ના પાડી રહ્યાં છે. વધુમાં જણાવેલ કે, ખેડુતોની રજુઆત ધ્યાને લઇ તલાટી કમ મંત્રીઓ શા કારણે કુવા, બોરનાં માલીકીનાં આધાર-પુરાવાનું રેકર્ડ ગામ નમુના નં.16 નાં દાખલા કાઢી આપતા નથી. અને મામલતદાર રાજુલા તરફથી રેકર્ડ પરથી કુવા, બોરનાં માલીકીનાં આધાર-પુરાવા ગામ નમુના નં.16 દાખલા કાઢી આપવા લેખીતમાં હુકમ પણ થયેલ છે. તો શા કારણે તલાટી કમ મંત્રીઓ ખેડુતોને દાખલા કાઢી આપતા નથી. અને મામલતદારનાં સદર હુકમનું પાલન કરતા નથી. અને દાખલા ન કાઢી આપવાનાં કારણે ખેડુતોને લાઈટ કનેકશન તથા અન્ય કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. અને ખેડુતો હેરાન થાય છે. આ બાબતે માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલ દ્વારા ડેપ્યુટી કલેકટરને તાત્કાલીક યોગ્ય નિરાકરણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.