ઉમરેઠી ખાતે ડેમમાંથી ખેડૂતોએ નવ પાણી માટે માંગણી ફોર્મ ભર્યા હતા: ખેડૂતોના બે પાણી જમા રાખ્યાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
તાલાલા તાલુકાના ઉમરેઠી ગીર ગામ પાસે આવેલ હિરણ-2 ડેમ માંથી ઉનાળુ ફસલ માટે તાલાલા અને વેરાવળ તાલુકાના 20 ગામના ખેડૂતોની માંગણી પ્રમાણે સાત પાણી આપવામાં આવતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.
- Advertisement -
ડેમની સિંચાઈ સમિતિના સભ્ય અને ખેડૂત અગ્રણી ડી.બી.સોલંકી એ આપેલ વિગત પ્રમાણે ઉમરેઠી ડેમમાંથી તાલાલા-વેરાવળ તાલુકાના ડેમની બંને કેનાલ આધારિત 20 ગામના ખેડૂતોને ઉનાળુ સિંચાઈ માટે નવ પાણી આપવા ખેડૂતોએ માંગણી ફોર્મ ભર્યા હતા જેના અંતર્ગત ખેડૂતોની માંગણી પ્રમાણે કુલ સાત પાણી આપવામાં આવ્યાં હતાં..ઉનાળુ ફસલ જેવી કે મગ,અડદ,તલ,બાજરી,કેસર કેરીના આંબા તથા નાળીયેરી ને ઉનાળાના કપરાં દિવસોમાં સમયસર સિંચાઇ માટે ક્રમશ:સાત પાણી મળતાં ખેડુતોની કિંમતી ઉનાળુ ફસલને મબલખ ફાયદો થયો હોય ખેડુતોએ ખુશી વ્યક્ત કરી છે.ઉનાળુ ફસલ માટે ખેડૂતોને નવ પાણી આપવા સિંચાઈ સમિતીમાં નિર્ણય લેવાયો હતો.ખેડૂતોએ પણ નવ પાણી માટે ફોર્મ ભર્યા હતા પરંતુ ઉનાળું ફસલ માટે સાત પાણી આપવામાં આવ્યાં હોય ખેડૂતોના બે પાણી જમા રાખવામાં આવ્યા છે.તાલાલા અને વેરાવળ તાલુકાનાં ખેડૂતો વતી સિંચાઈ સમિતિના સભ્ય ડી.બી સોલંકીએ સિંચાઈ વિભાગના અધિકારી સામાણીભાઈ,રાખેસીયાભાઈ,નરેન્દ્રભાઈ પિઠીયા તથા સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.