પોતાની વિવિધ માગણીઓ મુદ્દે ખેડૂતો ફરી દિલ્હીના માર્ગો પર ઉતરી ગયા છે. ખેડૂતોની દિલ્હી કૂચ પહેલા બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એલર્ટ મોડમાં અધિકારીઓ આવી ગયા છે. દરેક મહોલ્લામાં દિલ્હી કૂચ કરનારા અધિકારીઓ એલર્ટ મોડમાં છે.
ખેડૂતોની દિલ્હી કૂચ પહેલા બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ હોય. સંયુકત કિસાન મોરચાના નેતૃત્વમાં પંજાબના ખેડૂતો આજે દિલ્હી કૂચ કરનારા છે. ખેડૂતોના આંદોલનને લઈને હરિયાણા સરકાર એલર્ટ મોડમાં શંભુ અને ખનૌરી બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસે મોડી રાત્રે હરિયાણા સાથે જોડાયેલી રીકરી બોર્ડરને સીલ લગાવવાનું શરૂ કરી દીધું છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સંયુકત કિસાન મોરચા (બિન રાજનીતીક) અને મજદુર કિસાન મોરચાના નેતૃત્વમાં પંજાબના ખેડુતો 6 ડિસેમ્બરે (શુક્રવાર) દિલ્હીમાં કૂચ કરવા ઉત્સુક છે ખેડુતો બપોરે 1 વાગ્યે દિલ્હીમાં કૂચ માટે નીકળી જશે.
- Advertisement -
કિસાન આંદોલનને ખેડુત લડી લેવાના મૂડમાં છે. બીજી બાજુ ખેડુતોની કૂચને લઈને પોલીસ અધિકારી પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. બધા ચોકો પર સુરક્ષા વ્યસવ્થા વધારી દેવાઈ છે.