ગુજરાતમાં વાવણી વહેલી શરૂ થશે: જમીનના તળ ઊંચા આવ્યા અને કૂવામાં પણ પાણી વધ્યા
ખાસ-ખબર સંવાદદાતા
કચ્છ, ઉત્તર ગુજરાતમાં ખેતી માટે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો, મગફળી અને કપાસના પાકને લાભ થશે.ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી બિપરજોય વાવાઝોડાની ચર્ચા છે.
- Advertisement -
રાજ્યમાં 15 જૂને ત્રાટકેલા આ ચક્રવાતે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોમાં તારાજી સર્જી છે. વૃક્ષો, વીજપોલ, મકાનો સહિત ઘણી પ્રોપર્ટીની નુકસાન ગયું છે અને હજુ પણ નુકસાનીનો અંદાજ કાઢવામાં આવી રહ્યો છે. જોકે, આ બધા વચ્ચે બિપરજોયની પોઝિટિવ અસર પણ થઈ છે. વાવાઝોડાના કારણે ખેડૂતોને સારો એવો ફયદો થશે. ખેડૂતો તેમજ કૃષિ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ ખેતી માટે પાણીની જરૂર હતી. વાવાઝોડાની સાથે વરસાદ પણ સારો આવ્યો છે એટલે પાણીનો સૌથી મોટો પ્રશ્ન હલ થઈ ગયો છે. આના કારણે વાવણી વહેલી થશે.
રાજકોટના કૃષિના અભ્યાસુ ખેડૂત રમેશ ભોરણિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગુજરાતમાં ખેડૂતો વરસાદ ઉપર વધુ આધાર રાખે છે. એટલે પહેલો વરસાદ આવે ત્યારબાદ વાવણી કરતા હોય છે. ગુજરાતમાં જૂનના અંતે અથવા જુલાઈમાં વાવણી થાય છે. બિપરજોય આવ્યું, તેની સાથે વરસાદ પણ આવ્યો. આના કારણે હાલ જે પાણીનો પ્રશ્ન હતો તે ઉકેલાઈ ગયો. હવે વરસાદ મોડો પણ આવે તો વાંધો નહીં આવે. આ વરસાદથી મગફ્ળી અને કપાસની વાવણીને ફયદો થશે. વાતાવરણ ખુલ્લું થશે એટલે વાવણી શરૂ થઈ જશે. નિયમિત ચોમાસુ વરસાદ આવશે એટલે વાવેલા પાકને ઓર ફયદો થશે.