પીડિતાને બાળકી જન્મતા મામલો બહાર આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
- Advertisement -
હળવદ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરાના કોટુંમ્બિક મામાએ અગાઉ કરેલા દુષ્કર્મ બાદ સગીરાએ હાલ બાળકીને જન્મ આપતા મામલો બહાર આવ્યો છે. સગીરાના પિતાએ દુષ્કર્મ આચરનાર કૌટુંમ્બિક મામા સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લેવાયો હતો. ધ્રાંગધ્રા ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરવા આવેલી છોટા ઉદેપુરના પરિવારની સગીરા સાથે કૌટુંબિક મામા છોટાઉદેપુરના શખસે થોડા મહિના પહેલા દુષ્કર્મ આચર્યું હતું, ત્યારબાદ સગીરા સહિત પરિવારજનો હળવદ તાલુકાના એક ગામમાં રહેવા ચાલ્યો ગયો હતો.
દરમિયાન સગીરાની તબીયત લથડતા અને ઉલટી થતાં પરિવારજનોએ પુછપરછ કરાઇ હતી. ત્યારે સગીરાએ થોડા મહિના પહેલા કૌટુંબિક મામાએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હોવાનું અને ગર્ભ હોવાનું જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પીડિતાએ બાળકીને જન્મ આપતા સગીરાના પિતાએ દુષ્કર્મ આચરનાર કૌટુંબિક મામા તડવી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પોકસો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ કરસનભાઈ સહિતની ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો