રેખા પટેલ (ડેલાવર)
સેન્ટર ઓફ હ્યુમન ટેકનોલોજી અનુસાર, માનવ મગજ નકારાત્મક માહિતી વધુ એકઠી કરે છે, જે સકારાત્મક માહિતી કરતા વધુ શક્તિશાળી અને લાંબો સમય ટકી રહે છે
- Advertisement -
આજની જરૂરીયાત ઈન્ટરનેટની શોધના પ્રયત્નો 1960 થી 70 ના દાયકામાં શરુ થયા હતા. 1983માં તેને સત્તાવાર અપનાવવામાં આવ્યું. 1990 માં સામાન્ય જનતા સુધી પહોંચી ગયું. ત્યારબાદ ફેલાવો અને વપરાશ વધતા 2004માં ફેસબુક, પછી યુ ટ્યુબ, ટ્વીટર, ઇન્સટ્રાગ્રામ, ટીકટોક જેવી વેબસાઈટ અસ્તિત્વમાં આવી ઘરે-ઘર સુધી પહોંચી ગયું.
આ પછી એઆઇ એપ જેવી જેને જિનિયસ એપ્લીકેશન એપ મળી. આ બધાના અનેક ફાયદા સામાન્ય જનતાથી લઈને સ્કોલરોને મળ્યા.
દરેક શોધ સાથે ફાયદા અને નુકશાન બંને જોડાએલા હોય છે. સોશિયલ મીડિયા અને એઆઈ એપના ફાયદા-નુકસાનને અલગ-અલગ રીતે જોઈ શકાય છે.નવી ટેકનોલોજી સાથે અસ્તિત્વમાં આવેલ એઆઈ એપ (અઈં આાહશભફશિંજ્ઞક્ષત),જેના ફાયદામાં ઝડપી કાર્યક્ષમતા, ડેટા એનાલિસિસ, નવા ક્રિએશન, ઑટોમેશન વગેરેમાં ખુબ મદદ રહે છે. ઘરે બેઠા સલાહકાર જેવું કામ આ એપ દ્વારા મળે છે. સામે ગેરફાયદામાં માનવીય શક્તિનું દરેક કામ એપ બહુ ઓછા સમયમાં કરી શકે છે પરિણામે બેરોજગારી વધવાની શક્યતાઓ વધી રહી છે. સાથે તેનાં ઉપયોગથી વિડીયો કલીપ આબેહુબ સત્ય જેવી બનાવી શકાય છે જેનો દુરુપયોગ થઇ ફેક ન્યુઝ ફેલાવાનું દુષણ વધી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ ઉપર લાંછન ખોટું લગાવવું સહેલું થઈ ગયુ છે.સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં બતાવ્યા પ્રમાણે જેસિકા રેડક્લિફ નામની મરીન ટ્રેનર પર લાઈવ શો દરમિયાન બ્લેક ફીસ દ્વારા હુમલો કરાયો હતો. આ ફીસ સાથે તે બાળકી હતી ત્યારથી જોડાએલી હતી. બંને એકબીજા માટે ફેમીલી બની ચુક્યા હતા.
જેસીકાને થોડા સમય ફેમિલીને મળવા ન્યુયોર્ક જવાનું બન્યું. ત્રણ દિવસ પછી પાછી આવી અને બીજા દિવસે શો માટે ફીસ સાથે પાણીમાં ઉતરી. એ દરમિયાન કહેવા પ્રમાણે મોટી બ્લેક ફીસ જેસિકા વિના ડીપ્રેશન માં આવી ગઈ હતી અને એજ કારણે જેસિકા ઉપર ઘાતક હુમલો કરી તેને મોતને ઘાટ ઉતરી દીધી. એ ક્લીપમાં ’કિલર વ્હેલ’ ઓર્કા દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેની હત્યા પણ થઈ રહી છે એમ બતાવવામાં આવી રહ્યું હતું. .
14 ઓગસ્ટે બહાર આવેલો આ વિડીયો લાઈવ શો દરમિયાન મરીન પાર્કમાં થયેલી હિંસક ઘટનાને દર્શાવતો હતો. તદ્દન બનાવટી અને કાલ્પનિક ટ્રેનર, જેસિકા રેડક્લિફ ઓર્કાના ’હુમલા’ ક્લિપ કેમ વાયરલ થઈ અને એ આઘાત પમાડે તેવી એ કલીપ જોતા આપણું મગજ કશું વિચારે છે એ જાણવું પણ ખુબ અગત્યનું છે. એ કલીપ થી લાખો લોકો છેતરાયા છે. અસત્યને બરાબર સત્ય જેવું બનાવવા જે એઆઇ એપ વપરાઈ છે તે ભય પમાડે તેવી છે. અવાજ, વોટર પાર્ક, બ્લેક ડોલ્ફિન, વગેરે ભેગા કરીને આબેહુબ વિડીયો બનાવવામાં આવ્યો જેનું હકીકતમાં કોઈ અસ્તિત્વ નથી. એઆઇ જનરેટેડ આ ભય પમાડે તેવો વિડીયો સો ટકા બનાવટી હતો. વિશ્લેષકો પણ હવે ભય પામ્યા છે, ચેતવણી આપે છે કે આવા અઈં બનાવટીઓને શોધવા રહ્યા.
સેન્ટર ઓફ હ્યુમન ટેકનોલોજી અનુસાર, માનવ મગજ નકારાત્મક માહિતી વધુ એકઠી કરે છે.જે સકારાત્મક માહિતી કરતા વધુ શક્તિશાળી અને લાંબો સમય ટકી રહે છે. જે વધારે ઉત્તેજના અને ખતરનાક પુરવાર થાય છે. આ એવી યાદો હોય છે જે મદદ કરતા નુકશાન વધુ પહોચાડે છે. આજ કારણે કેટલાક સોશ્યલ મીડિયા કે ઓનલાઇ ન્યુઝ, વિડીયો વગેરે જોવાનું ટાળે છે. હકીકતમાં વધારે સારું કે બને તેટલી નેગેટીવીટી થી દુર રહેવું. ખોટી અથવા અધકચરી માહિતી વ્યક્તિને ગેરમાર્ગે દોરી શકે છે, સમાજમાં ભેદભાવ અને અવિશ્વાસ ઊભો કરી શકે છે, અને અસ્થીરતા પણ વધારી શકે છે. બનાવી શકે છે. અહી મળતી કોઈ પણ માહિતીને ઓળખવા, ચકાસવા અને શંકાસ્પદ લાગે તેને રોકવી ખુબ જરૂરી છે. આ માટે દરેકે પોતાનો ફાળો આપવો જોઈએ.
જેમકે આરોગ્ય અંગેની ખોટી ગૂંચવણ કે ભય ઉભી કરતી માહિતી દ્વારા લોકોમાં ડર અને અનિશ્ચિતતા પેદા કરે છે. નાણાંકીય ઠગાઈ, ખોટી રોકાણ સલાહ, અથવા ખોટી નોકરીની માહિતીના કારણે વ્યક્તિ આર્થિક નુકસાન ભોગવી શકે છે. ખોટો મુકાતો વિશ્વાસ જીવનમાં અસ્થિરતા પેદા કરે છે. અફવાઓ અને ઉશ્કેરણીજનક પોસ્ટ્સથી સામાજિક અશાંતિ, દંગા અથવા હિંસક ઘટનાઓ વધી શકે છે. સોશિયલ મીડિયાના ફાયદામાં દુનિયાભરના લોકો સાથે બહુ ઝડપથી એકબીજા સાથે જોડાઈ શકે છે. તાજી માહિતી, સમાચાર સરળતાથી મળી રહે. બિઝનેસ પ્રોડક્ટ અથવા સર્વિસનું માર્કેટિંગ ઝડપથી કરી શકાય. ક્રિયેટિવિટી અને એક્સપ્રેશન માટે ફોટો, વિડિયો, લેખ વગેરે શેર કરી ઘરે બેસીને પણ પોતાની ઓળખ બનાવી શકાય. શૈક્ષણિક સામગ્રી, કોર્સ, ટ્યુટોરિયલ્સ સરળતાથી ઉપલબ્ધ થઇ શકે છે. ફાયદા સામે ગેરફાયદા જોતા જો યોગ્ય રીતે ઉપયોગમાંનાં લેવાય તો આજ મીડિયા સમયનો બગાડ કરે છે. વ્યક્તિગત માહિતી ઝડપથી લીક થઇ શકે છે. ઓનલાઈન હેરાનગતિના જોખમ વધી જાય છે. બીજાઓની તુલનામાં સાયકોલોજીકલ અસર થતા ઈર્ષા ડિપ્રેશન વધી રહ્યા છે. દેખાદેખી ખર્ચા અને સમય બંનેનો બગાડ થાય છે. અને સહુથી જોખમી અસર જુઠા ન્યુઝ અને ગેરમાર્ગ દોરાવાનો ખતરો વધી રહ્યો છે.સોશિયલ મીડિયા ઉપર સાચી કે ખોટી માહિતીઓ ખૂબ ઝડપથી ફેલાય છે કારણ કે તે એ રીતે રજુ કરવામાં આવતી હોય છે કે જોનાર વાંચનાર ઉપર ઊંડી અસર કરી જાય છે. મગજને નવી, અજાણી અથવા આશ્ચર્યજનક વાતો તરફ સ્વાભાવિક આકર્ષણ હોય છે. સનસનાટીભરેલી માહિતીમાં અવારનવાર નવું અજબ ગજબ સાભળવા જોવા મળે ત્યારે આપણું મગજ ડોપામિન સિસ્ટમને સક્રિય કરે છે અને એને યાદ રાખવા કે શેર કરવા પ્રોત્સાહિત કરે છે.
આ બધું સત્ય ઓછું અને ભેળસેળ કરેલું જુઠાણું વધારે ઉમેરી લોકોના દિલ અને દિમાગને ગેરમાર્ગે દોરે છે. એકજ માહિતીને મસાલા ઉમેરી અલગ અલગ સ્વરૂપે દેખાડ્યા કરે, ત્યારે ડર, ગુસ્સો, આશ્ચર્ય કે આનંદ જેવી તીવ્ર લાગણીઓ ઊભી થાય છે અને ખોટી વાત પણ મગજ સાચી માનવા લાગે છે અને ગેરમાર્ગે દોરાય છે. આવા બનાવોની સત્યતા પુરેપુરી ચકાસ્યા વિના બીજે ફોરવર્ડ કરવાનું ટાળવું જોઈએ.