ગોંડલનો શખ્સ એક જુડી દીઠ 5 રૂપિયા મજૂરી આપતો હોવાનો ખુલાસો
સાબળે વાઘીરે કંપનીના ઓથોરાઇઝ્ડનો અભિપ્રાય લીધા બાદ થશે કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નવા વર્ષમાં પણ નકલીની ભરમાર સામે આવી છે જન આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે એસઓજીએ દંડો પછાડ્યો હોય તેમ એક જ દિવસમાં નકલી વસ્તુ બનાવતી બે જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો છે શીતલ પાર્ક પાસે ફેક્ટરીમાં બનતા નકલી પનીરનો પર્દાફાશ કરી સેમ્પલ લેબમાં મોકલ્યા છે જેનો રીપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી થશે જયારે બજરંગવાડીમાં નકલી બીડી બનાવવાના ગૃહ ઉદ્યોગ પર દરોડો પાડી તપાસ કરતાં ગોંડલનો શખ્સ 5 રૂપિયા મજૂરી આપી કામ આપી જતો હતો પોલીસે 20થી વધુ પેકેટ બીડી કબજે કરી સાબળે વાઘીરે કંપનીના ઓથોરાઇઝ્ડનો અભિપ્રાય લેવા તજવીજ હાથ ધરી છે.
- Advertisement -
પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સુચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એસ એમ જાડેજા અને ટીમે શીતલ પાર્ક પાસે નકલી પનીર બનાવતી ફેક્ટરી પર દરોડો પાડી કાર્યવાહી કર્યા બાદ બજરંગવાડીમાં બનતી નકલી બીડીના ગૃહ ઉધ્યોગ ઉપર દરોડો પાડ્યો હતો હેડ કોન્સ્ટેબલ જયદીપસિહ ચૌહાણ, અનોપસિહ ઝાલા સહિતના સ્ટાફે જણાવ્યું હતું કે ગોંડલનો રફીક નામનો શખ્સ અહીં મહિલાને બીડી, રેપર આપી જતો અને એક પેકિંગ ઉપર 5 રૂપિયા મજુરી આપતો હતો પોલીસે ઘરમાંથી 1,05,700 રૂપિયાની લીલા, ગુલાબી રેપરવાળી, છૂટી, છાપાના કાગળમાં વિટેલી બીડીની જુડીઓ, 370 મોટા કાગળ, સાબળે બીડી લખેલા 5000 કાગળ, સાબળેઅને સંભાજીના સ્ટીકર કબજે કર્યા હતા આ નકલી છે કે અસલી તે જાણવા કંપનીના અધિકારીનો અભિપ્રાય લઇ જો નકલી હશે તો કોર્ટના હુકમ મુજબ ગુનો નોંધવામાં આવશે.