મૃતક કોલેસ્ટ્રોલની બીમારીથી પીડિત હતાં: પરિવારમાં ગમગીની સાથે શોક
ખાસ-ખબર સંવાદદાતા
હાર્ટએટેકના બનાવોમાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે અને એટલાં જ જીવલેણ પણ બની રહ્યા છે. ત્યારે રાજકોટમાં એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારે નવા થોરાળામાં રહેતાં કારખાનેદારને આવેલો હાર્ટએટેક જીવલેણ નીકળતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના નવા થોરાળામાં ખીજડાવાળા મેઈન રોડ પર રહેતાં મનુભાઈ હિરજીભાઈ પરમાર (ઉ.વ.55) ગઈકાલે સાંજના પાંચ વાગ્યે સાધુ વાસવાણી રોડ પરથી પોતાના ઘરે આઈ 20 કારમાં પરત ફરતાં હતાં ત્યારે તેઓ કાર ચલાવી એસ્ટ્રોન ચોક નજીક પહોંચતા છાતીમાં દુખાવો ઉપડતાં તેમની કાર અન્ય કાર સાથે અથડાઈ હતી અને તેઓ બેભાન થઈ ગયાં હતાં.
એસ્ટ્રોન ચોક પાસે ચાલુ કારે કારખાનેદારને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડ્યો: મોત
