મહાશિવરાત્રીના મેળા દરમિયાન રેલવે વિભાગનો નિર્ણય
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રિયોની સુવિધા માટે તા. 22.02.2025 થી 28.02.2025 દરમિયાન 4 જોડી ટ્રેનોમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર સમય અને વધારાના કોચ વિષે નીચે મુજબ છે. વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળમાં વેરાવળથી તા.22 થી 27 ફેબ્રુ. સુધી અને ગાંધીનગર કેપિટલથી તા.23 થી 28 ફેબ્રુ. સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. જયારે પોરબંદર-રાજકોટ-પોરબંદરમાં પોરબંદરથી તા.22 થી 27 ફેબ્રુ. સુધી અને રાજકોટથી 22 થી 27 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે. અને ભાવનગર-વેરાવળ-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી તા. 22 થી 27 સુધી અને વેરાવળથી તા.22 થી 27 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે અને ભાવનગર-પોરબંદર-ભાવનગરમાં ભાવનગર ટર્મિનસથી 22 થી 27 સુધી અને વેરાવળથી 23 થી 28 સુધી 2 વધારાના જનરલ કોચ લગાવવામાં આવશે તેમ પશ્ચિમ રેલવે ભાવનગરની એક યાદીમાં જાણવામાં આવ્યું છે.