મહારાષ્ટ્રમાં ગરમીએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
વિદર્ભ પ્રદેશમાં ગરમીનો પારો 45 ડિગ્રી સેલ્સિયસને પાર
- Advertisement -
માર્ચ – એપ્રિલમાં હિટ સ્ટ્રોકના 374 કેસ નોંધાયા
ખાસ ખબર સંવાદદાતા
ગરમીના પ્રકોપે લોકોને મુશ્કેલીમાં મુકી દીધા છે. હિટવેવને કારણે લોકોની તબિયત પણ બગડી રહી છે. હવે તો સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે ગરમીના ભારે પ્રકોપને કારણે લોકો મૃત્યુને ભેટી રહ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 2 મહિનામાં હીટ સ્ટ્રોકને કારણે 25 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમાં વિદર્ભ ક્ષેત્રમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયા છે. આરોગ્ય વિભાગની માહિતી મુજબ માર્ચ અને એપ્રિલ માસમાં હીટ સ્ટ્રોકના 374 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લાં 6 વર્ષમાં ક્યારેય રાજ્યમાં હીટવેવને કારણે આટલા મૃત્યુ થયા નથી.
- Advertisement -
મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં ખાસ કરીને ચંદ્રપુર, અકોલા, યવતમાલ, બ્રહ્મપુરી, અમરાવતીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. ઉત્તર મહારાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં પણ તાપમાન 42 ડિગ્રીથી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.



