બ્યુટીફૂલ દેખાવા લોકો કરે છે અઢળક ખર્ચ
લોકો બ્યુટી ટ્રીટમેન્ટ માટે સમય સાથે બાંધછોડ કરતાં નથી. મહિલાઓ પોતાની જીંદગીનો મહત્તમ સમય પોતાની બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ કરતી હોય છે. તો ઈચ્છીત સુંદરતા મેળવવા માટે લોકો લખલૂટ ખર્ચ કરતાં હોય છે. તો આજે અહીં વિશ્વની સૌથી મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ વિશે વાત કરીશું.
20 હાથો વડે થતું મસાજ
20 હાથના મસાજની સ્પેશિયલ ટ્રીટમેન્ટ માઉની ગ્રાન્ડ વેલિયા હોટેલમાં આપવામાં આવે છે. આ મસાજખાસ એનિવર્સરીમાં આપવામાં આવે છે. આ 2000-4000 ડોલરના ખર્ચે આપવામાં આવતાં સમાજમાં 10 થેરાપિસ્ટ હોય છે જે કપલને અદ્ભૂત મસાજ આપે છે. દરેક વ્યક્તિને 5 થેરાપિસ્ટ આપવામાં આવે છે. રિસોર્ટના સ્પા ડિરેક્ટરના જણાવ્યા અનુસાર, આ મગજને આરામ કરવા માટેની ટ્રીક છે કારણ કે તમે ક્યાં સ્પર્શ કરવામાં આવી રહ્યો છો, તેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.
- Advertisement -
ફેશિયલ.
આ ફેશિયલ સૌપ્રથમ કિમ કાર્દાશિયન દ્વારા કરવામાં આવ્યું હતું. 1500 ડોલરના આ ફેશિયલમાં મનુષ્યના લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. વેમ્પાયર ફેશિયલનું નામ હકીકતમાં પ્લેટલેટ રિચ પ્લાઝમા (ઙછઙ) થેરાપી છે. તે રિજનરેટીવ થેરાપી છે, જેમાં દર્દીના જ લોહીનો ઉપયોગ કરવામાં આવે છે. પ્લેટલેટ્સ એ નાના બ્લડ સેલ્સ હોય છે જે શરીરમાં રક્તસ્રાવ થતો બંધ કરવામાં તેમજ ક્ષતિગ્રસ્ત રક્ત વાહિનીઓ અને સેલ્સને રિપેર કરે છે. પછી તે ચહેરા પર દેખાતી ઝીણી રેખાઓ, કરચલીઓ અને ફોલ્લીઓ ઘટાડવા તથા ચમકતી ત્વચા મેળવવા માટે વ્યક્તિના ચહેરામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે.
ડાયમંડ અને રૂબી ફેશિયલ
આ 7000ના ફેશિયલમાં રૂબી અને હીરાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્ટોનમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોવાનું માનવામાં આવે છે. સેલિબ્રિટી સ્કોટ વિન્સેન્ટ બોર્બાએ આ ડોલરના ફેશિયલનો આવિષ્કાર કર્યો છે, જેમાં ક્લાયન્ટના ચહેરા પર હીરા અને માણેક સહિત કિંમતી ઝવેરાતથી મસાજ કરવામાં આવે છે અને એટલું જ નહીં, આ ટ્રીટમેન્ટમાં છેલ્લે પેરાફિન સિલ્ક ફાઇબર માસ્ક અને એલઇડી રેડ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. અભિનેત્રી મિલા કુનિસ આ ફેશિયલ કરાવવાની શોખીન છે.
- Advertisement -
ડાયમંડ મેનિક્યોર :
કેલી ઓસ્બોર્ન એ 1 મિલિયન ડોલરના સફેદ હીરાનું મેનિક્યોર કરાવ્યું હતું. કેલી ઓસ્બોર્ન એઝેચરની વ્હાઇટ ડાયમંડ મેનીક્યોર ટ્રીટમેન્ટ મેળવનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બની છે. પરંતુ પાછળથી તેણે દાવો કર્યો કે આ ફેશન માત્ર નથી પણ પરોપકારનું એટલે કે ચેરિટીનું કાર્ય હતું. આ મેનિક્યોરના ફોટા વાયરલ થતાં જ તેને લઈને બ્યુટી ટ્રીટમેન્ટના શોખિનોમાં ભારે અચરજ ફેલાયું હતું.
વોટર બાથ
મિયામની હોટેલ વિક્ટર પેન્ટહાઉસ સ્યુટમાં તેના મહેમાનોને નોર્મલ પાણી નહીં, પરંતુ 350 ગેલન ઇવિયન પાણીમાં સ્નાન કરવાની સુવિધા આપે છે, જે સીધી લિમિટેડ એડિશન ક્રિશ્ચિયન લેક્રોઇક્સ-ડિઝાઇન કરેલી બોટલમાંથી રેડવામાં આવે છે. 6000 ડોલરના ખર્ચે આપવામાં આવતી આ સુવિધાની સાથે પાણીમાં રોઝ પેટલ્સ ઉમેરવાની સુવિધા વધારાની કોસ્ટ વગર આપવામાં આવે છે.