ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ પટેલ કેળવણી મંડળના પ્રાયમરી સ્કુલ અંગ્રેજી માધ્યમનાં બાળકો માટે સાયન્સ, આર્ટ એન્ડ ક્રાફટ એકઝીબીશન યોજાયું હતું જેમાં કાલરિયા સ્કુલનાં બાળકો દ્વારા બનાવેલ સાયન્ટીફીક રોબોટ દ્વારા સંસ્થાના પ્રમુખ સવજીભાઈ મેનપરાએ ઉદઘાટન કરેલ. સંસ્થાના ટ્રસ્ટી તેમજ મંત્રી શિરિષભાઈ સાપરીયા, કિશોરભાઈ મેંદપરા તેમજ ઈન્ચાર્જ ડો.જે.એન. જસાણી, વિનુભાઈ પાડોદરા, ભાવિનભાઈ છત્રાળા તેમજ વિવિધ એકમોનાં ઈન્ચાર્જ તેમજ સભ્યો, ડો.પી.આ. ગોધાણી, કેમ્પસ ડાયરેકટર ડો. દિનેશભાઈ ડઢાણીયા, ડેપ્યુટી એકેડેમીક ડાયરેકટર નિરજભાઈ વાછાણી તેમજ ભગીની સંસ્થાનાં પ્રિન્સીપાલ ભારતીબેન પરસાણીયા, અંજલીબેન સાવલીયા, આસ્થાબેન નાવાણીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.
આ એકઝીબીશનમાં સાયન્સ અને ગણિતને લગતા 90 મોડલ્સ અને પ્રોજેકટ, ક્રાફટની કુલ 270 આઇટમ તથા આર્ટનાં કુલ 230 ચિત્રો બનાવીને પ્રર્દશીત કરેલ.આ એકઝીબીશન નિહાળવા વિદ્યાર્થીઓનાં વાલીઓએ અને જુનાગઢનાં નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જે કાલરિયા સ્કુલ માટે ગર્વની વાત છે.
જૂનાગઢમાં વિદ્યાર્થીઓ તૈયાર કરેલાં આર્ટ એન્ડ ક્રાફટનું એક્ઝિબિશન યોજાયું
