સામાન્ય રીતે અથાણાંનો સ્વાદ તો બધાને જ પસંદ હોય છે. પરંતુ અથાણાંનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારની હાનિ પહાંચી શકે છે.
લોકો અથાણાના શોખીન હોય છે
દાળ-ચાવલ હોય, ખીચડી હોય કે પરાઠા, અથાણાં બધી જ વાનગીઓનો સ્વાદ બમણો કરી દે છે. હવામાન અનુસાર લોકોને કેરી, લીંબુ, મરચાં, લસણ અને ગાજર જેવા અનેક અથાણાં પોતાના ઘરમાં રાખે છે. ત્યારે ઘણા લોકો અથાણાની સાથે રોટલી પણ ખાય છે. તેના પરથી જ તમે અથાણાં પ્રત્યે લોકોના વળગણને સમજી શકો છો.
- Advertisement -
અથાણાંના શોખીનો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. કોઈ પણ વસ્તુનો વધુ પડતો ભાગ શરીરને નુકસાન પહોંચાડે છે. કેટલાક અથાણાંની પણ આવી જ સ્થિતિ છે. જાણો વધારે અથાણાંનું સેવન કરવાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઇ શકે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે
વધારે પડતું અથાણું ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. વાસ્તવમાં અથાણામાં મોટી માત્રામાં તેલ નાખવામાં આવે છે. સાથે જ અથાણામાં જાતજાતના મસાલા પણ ઉમેરવામાં આવે છે, જેને રાંધવામાં આવતા નથી. આ કારણે સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
- Advertisement -
પેટમાં એસિડ બનવા લાગે છે
જો તમે વધારે પડતું અથાણું ખાવ છો તો તમારા પેટમાં એસિડ બનવા લાગે છે, જેના કારણે ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યા થઈ શકે છે.
હાઈ બ્લડપ્રેશર
અથાણાને ક્રિસ્પી બનાવવા માટે તેમાં તીખાં મરચા-મસાલા ઉમેરવામાં આવે છે. અથાણામાં મીઠું પણ મોટા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે. મીઠામાં સોડિયમ હોય છે, જેના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે.
અલ્સરની સમસ્યા
અથાણામાં વિનેગરનો ઉપયોગ થાય છે. જો તમે વધારે પડતું અથાણું ખાવ છો, તો તમને અલ્સરની સમસ્યા થઈ શકે છે.
શરીરમાં સોજો આવી શકે છે
અથાણા પ્રિઝર્વેટિવ ઉપયોગ કરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી બગડે નહીં. તેઓ સ્વાસ્થ્યને ઘણું નુકસાન પહોંચાડે છે. વધારે પડતું અથાણું ખાવાથી શરીરમાં ગેસ, બળતરા અને સોજા આવી શકે છે.
અથાણાંના સેવન અંગે સલાહ
મોટાભાગના લોકો બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં અથાણાં ખાય છે. તમે ચોક્કસપણે તે લોકોની વચ્ચે હશો. સવારે પરાઠા સાથે અથાણાંનો સ્વાદ પણ ચાખવાનું ભૂલતા નહીં. આવી સ્થિતિમાં નિષ્ણાતોના મતે અથાણાંનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ. થોડું થોડું અથાણું ખાવાથી સ્વાદ પણ જળવાઈ રહેશે અને સ્વાસ્થ્યને કોઈ નુકસાન પણ નહીં થાય.