ક્લોરિન એટેન્ડન્ટની 1 જગ્યા સામે 236 ઉમેદવારોની લડત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ), વેટરનરી ઓફિસર, કેમીસ્ટ તેમજ ક્લોરીન એટેન્ડન્ટ એમ કુલ 4 સંવર્ગની લેખિત પરીક્ષા માટે રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરના 30 કેન્દ્રો પરથી ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટમાં 18 હજાર 184 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની 4 સંવર્ગની 121 જગ્યાઓ માટે અમદાવાદ શહેરના 8, ગાંધીનગર શહેરના 4 તેમજ રાજકોટ શહેરનાં 18 કેન્દ્રો ખાતે લેવામાં આવી હતી. જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરૂષ)માં 117 જગ્યાઓ સામે 17 હજાર 701, વેટરનરી ઓફિસરની 1 જગ્યા સામે 60, કેમીસ્ટની 2 જગ્યા સામે 187, ક્લોરીન એટેન્ડન્ટની 1 જગ્યા સામે 236 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્ર દીઠ 2થી 3 વીડિયોગ્રાફર તથા દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમજ લેખિત પરીક્ષામાં રાજકોટ મહાનગરપાલિકાનાં 172 જેટલા અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી.
આ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી.ટી.વી.કેમેરાથી સજ્જ હતા. પરીક્ષા દરમિયાન કેન્દ્ર પર મોબાઈલ તથા ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લાવવા અંગે સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
રાજકોટ મનપાની 4 સંવર્ગની 121 જગ્યા માટે પરીક્ષા લેવાઈ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/whatsapp-image-2023-12-31-at-102247-am-1_1704000621-860x645.jpeg)