સૂમસામ ભાસતા બગીચાઓ બાળકોથી છલકાવા લાગ્યા,
બાળકોના ચહેરા પર વેકેશનની ખુશી જોવા મળી
ખાસ-ખબર સંવાદદાતા
પરીક્ષા પૂર્ણ થતા અને શાળામાં ઉનાળું વેકેશન શરૂ થઇ ગયું છે. બાળકો ભણતરથી મૂક્ત વેકેશનનો મોજ મસ્તી કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આવેલા તમામ બગીચા અને જ્યારે સૂમસામ ભાસતા મેદાનો અને બગીચાઓ બાળકોથી છલકાવા લાગ્યા છે. તમામ મેદાનો અને બગીચામાં બાળકો વિવિધ રમતો રમી રહ્યા છે બગીચામાં લાગેલી લસરપટ્ટી અને ચકડોળમાં બાળકો બેસીને વેકેશનની મજા માણી રહ્યા છે. ઉપરોક્ત તસવીરમાં બાળકોના મુખ પર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી રહી છે. બાળકો માટે ઉનાળાનો સમય એ મહત્વનો સમય છે. તે તેમના માટે ખૂબ આનંદ અને મનોરંજનનો સમય છે. આ રજાઓ દરમિયાન, બાળકો તેમની રુચિ હોય તે બધું કરી શકે છે. તેઓ તેમના માતાપિતા, શ્રેષ્ઠ મિત્રો, પડોશીઓ વગેરે સાથે રજાઓમાં આનંદ લઈ શકે છે. ત્યારે ઉનાળાના વેકેશનમાં બાળકો માતાપિતા સાથે પાર્ક બગીચામાં જઈને રમતગમતની મોજ માણે છે.