શહીદોની યાદમાં મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કારગિલ વિજય દિવસ નિમિતે પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા એક યાદગાર અને ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ ભાગોથી મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પૂર્વ સૈનિકોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓના યોગદાનને સલામ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કારગિલ યુદ્ધના સંઘર્ષભર્યા ક્ષણોની યાદો પૂર્વ સૈનિકો દ્વારા વણાવવામાં આવી, જેમાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરી મૌન પાળવામાં આવ્યું. દેશભક્તિથી ભરપૂર વાતાવરણમાં દેશસેવાની ભાવના ફરી એકવાર જીવંત થઈ ગઈ હતી. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, યુવા મોરચાના પ્રમુખ લકકીરાજસિંહ વાળા, કિસાન મોરચાના પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, મહિલા મોરચાની પ્રમુખ મીતાબેન થાનકી, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, દિપકભાઈ જુંગી, સામતભાઈ ઓડેદરા, ધર્મેશભાઈ પરમાર, સરોજબેન કક્કડ, હિતેશભાઈ કારિયા, કપિલભાઈ કોટેચા, સંજયભાઈ લોઢારી, કિંજનભાઈ દત્તાણી, મનસુખભાઈ વ્યાસ, હર્ષભાઈ રૂઘાણી, આનંદભાઈ નાંઢા, પાર્થભાઈ રાઠોડ, તુશીલભાઈ વાઘેલા, રાજભાઈ પોપટ, ભકાભાઈ ઓડેદરા, મયુરભાઈ કુહાડા, લીલાભાઈ મોઢવાડીયા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી.