આઠ હજાર લોકો ભોજન લઈ શકે એ માટે 36 કાઉન્ટર રખાયાં
ભોજન પીરસવા માટે ખોડલધામ મહિલા સમિતિનાં 100 કાર્યકર્તા બહેનો ઉપરાંત પંચનાથ ટ્રસ્ટના 300 સ્વયંસેવકો નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રામકથા અદ્વિતીય હોય તો તેના ભોજનપ્રસાદ માટેની વ્યવસ્થા પણ વેગળી જહોયને! રાજકોટનાં આંગણેનિર્માણાધીન સદ્દભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે ચાલતી રામકથામાં રોજ હજારો શ્રોતાઓ પ્રસાદ ગ્રહણ કરી શકે એ માટેના સુચારૂ પ્રબંધની જવાબદારી પણ અનેક સંસ્થાઓ- દાતાઓએ સ્વયંભૂ ઊપાડી લીધી છે.
કથાના સમિયાણાની બંને તરફ વિશાળ મંડપમાં એકસાથે કુલ છથી આઠ હજાર લોકો ભોજન લઈ શકે એ માટે 36 કાઉન્ટર રખાયાં છે, જેના પર ભોજન પીરસવા માટે ખોડલધામ મહિલા સમિતિનાં 100 કાર્યકર્તા બહેનો ઉપરાંત પંચનાથ ટ્રસ્ટના 300 સ્વયંસેવકો નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા છે. રવિવારે 25 હજાર માણસોએ પ્રસાદ લીધો એ દરમિયાન મહિલા શ્રોતાઓનાં પ્રસાદ ગ્રહણ વેળા ભારે ધસારો થતાં થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી પરંતુ એકંદરે સ્થિતિ કાબૂમાં રહેતાં રાહત છવાઈ હતી. આજના અનુભવને ધ્યાને લઈને કાલથી વધુ કેટલાંક સ્વયંસેવકોની શુમાર મદદ લેવામાં આવનાર છે. બાપુની રામકથામાં ભોજન પ્રસાદનો મોટો મહિમા છે. બાપુએ બધાને આગ્રહ કરીને કહ્યું હતું કે બધા પ્રસાદ લઇને જજો. પછી ઘરે જઇને દાળભાતના તપેલા મુકાવતા નહીં. મને કેટલાક લોકો પૂછતા હોય છેકે, નિવૃત્ત ક્યારે થશો તો તેમને કહું છું કે રામકથા એ મારી નિવૃત્તિની સતત પ્રવૃત્તિ છે એટલે મારે નિવૃત્ત થવાનો સવાલ જ નથી.