ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
છેલ્લા કેટલાક વર્ષથી હૃદયરોગની સાથે પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં જ આ વર્ષે 8 મહિનામાં 8300થી વઘુ લોકોને પેરાલિસિસનો હુમલો આવ્યો છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 35 વ્યક્તિ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બને છે.
થોડા વર્ષ અગાઉ પેરાલિસિસ-સ્ટ્રોકનો શિકાર બનનારા મોટાભાગના વૃદ્ધો હતા. પરંતુ હવે ચિત્ર બદલાયું છે અને યુવાનોમાં પણ પેરાલિસિસ-સ્ટ્રોકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમા ગત વર્ષે જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન પેરાલિસિસ-સ્ટ્રોકના 7911 કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે 8 મહિનામાં 8380 કેસ નોંધાયેલા છે. પેરાલિસિસ-સ્ટ્રોકના સૌથી વઘુ કેસમાં અમદાવાદ 2317 સાથે મોખરે છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ 10 વ્યક્તિને પેરાલિસિસ-સ્ટ્રોક માટે ઈમરજન્સી સેવા ‘108’ ની મદદ લેવી પડી છે.
- Advertisement -
ડોક્ટરોના મતે હાર્ટ એટેકમાં પ્રત્યે જેમ લોકોની જાગૃતિ વધી રહી છે તેમ પેરાલિસિસ-સ્ટ્રોક અંગે પણ લોકોમાં જાગૃતિ વધે તેવા પ્રયાસ હાથ ધરવા જોઇએ. પેરાલિસિસ-સ્ટ્રોકના લક્ષણ જણાય તો પ્રથમ 3 કલાક ખૂબ જ મહત્ત્વના છે.
કયા જિલ્લામાં છલ્લા 8 મહિનામાં પેરાલિસિસના સૌથી વધુ કેસ
જિલ્લો 2023 2024
અમદાવાદ 2334 2317
સુરત 804 929
વડોદરા 616 559
રાજકોટ 507 506
ભાવનગર 383 451
જૂનાગઢ 314 337
જામનગર 305 298
નવસારી 157 233
અમરેલી 202 224
ગાંધીનગર 176 217
રાજ્યમાં કુલ 7911 8380
(108 પાસેથી મળેલા આંકડા મુજબ)