‘ખાસ-ખબર’ની ઝૂંબેશ રંગ લાવી: ફાયર ઓફિસર એક્શન મોડમાં
ચીફ ફાયર ઓફિસર આકરા પાણીએ: ફાયર સેફ્ટીના સાધનમાં જરા પણ કચાશ ચલાવી નહીં લેવાય
- Advertisement -
425 હાઈરાઈઝ બિલ્ડિંગ તથા સોસાયટીના ફાયરના સાધનોનું ચેકિંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની શ્રીજી ફાયર સેફ્ટી નામની ફાયરના સાધનો વેચતી એજન્સી દ્વારા જૂની બોટલોને નવી કરી વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ ખાસ ખબર ટીમની મહેનત રંગ લાવી છે. ખાસ ખબરની ટીમે મહાનગરપાલિકાના ફાયર વિભાગને કૌભાંડ બાબતે ધ્યાન દોર્યું હતું. જેને લઈને ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેરએ પણ ફાયરના સાધનો સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ કચેરી જેમ કે, મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કચેરીમાં પણ ફાયરની ઝૂંબેશ ચલાવાશે જેમાં ફાયરલ સેફ્ટીના સાધનો એનઓસી છે કે નહીં તેનું ચેકિંગ પણ હાથ ધરાશે જ્યારે આજે ફાયરબ્રિગેડની ટીમ શહેરની ઈન્ક્મટેક્સ ઓફિસમાં પહોંચી હતી અને અધિકારીઓને ફાયરના સાધનો ફિટ કરવા માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ઇન્કમટેકસ વિભાગ દ્વારા આજે અમારી ટીમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે જૂના અને હાઇરાઇઝ બિલ્ડિંગોમાં તો ખાસ ફાયરના સાધનો હોવા જરૂરી છે. હાલ ઇન્કમટેકસ વિભાગ દ્વારા ફાયરના નવા સાધનોનું ઈન્સ્ટોલેશન કરવામાં આવનાર છે. માટે કેવા સાધનો લઈ શકાય અને તેને બિલ્ડિંગના કયા ભાગમાં ફીટ કરી શકાય એ અંગે અમારું માર્ગદર્શન માંગવામાં આવ્યું હતું.
હાલ ચીફ ફાયર ઓફિસર આઈ.વી. ખેર એક્શન મોડમાં આવી ગયા છે. ફાયરના નિયમોનો ઉલાળિયો કરનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ગઘઈની નોટિસ બાદ પણ કાર્યવાહી નહીં થાય તો જે તે બિલ્ડીંગનું વીજ તથા પાણીનું કનેક્શન કપાશે. ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કુલ 425 હાઈરાઈઝ બિલ્ડીંગો તથા સોસાયટીના ફાયરના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ફાયરનું એનઓસી ન હોય તેવી બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી હતી. ફાયરના સાધનોને સમયે સમયે અપગ્રેડ કરવા તેની ચકાસણી સહિતની તેવી માહિતી પણ સ્થળ તપાસ વખતે આપવામાં આવી હતી. ચીફ ફાયર ઓફિસર ખેરના જણાવ્યા મુજબ હાલ 25 જેટલી બિલ્ડીંગોએ ગઘઈને રિન્યુઅલ કરાવેલી છે અને જ્યારે 400 જેટલી બિલ્ડીંગોએ હજુ સુધી ફાયર એનઓસી રિન્યુઅલ કરાવી નથી. તો તેને ત્યાં રિચેકિંગ કરવામાં આવશે અને જો તેમાં કોઈ ખામી દેખાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.
હલકી ગુણવત્તાના ફાયરના સાધનો જણાશે તો દંડનીય કાર્યવાહી
રાજકોટની મોટાભાગની હાઈરાઈઝ બિલ્ડીંગ કે કોમર્શિયલ કોમ્પ્લેક્ષ પાસે ફાયરના સાધનો નથી અથવા તો રિન્યુ કરાવ્યા નથી. જેને લઈને ચીફ ફાયર ઓફિસરે આકરા પગલા લેવાની શરૂઆત કરી દીધી છે. શ્રીજી ફાયર સેફ્ટીનું કૌભાંડ બહાર આવ્યા બાદ ફાયરની બોટલો તથા એનઓસીની ચેકિંગ ચકાસણી હાલ ચાલી રહી છે અને લોકોની જિંદગીને જોખમમાં મુકતી એજન્સીઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવા પણ નિર્દેશો આપ્યા છે. આઈ.વી.ખેરે પણ ચેતવણી આપી છે કે, ફાયર વિભાગના અધિકારીઓ કોઈપણ પ્રકારના રૂપિયાના ઉઘરાણા કરે તો તેની ફરિયાદ કરવા પણ જણાવ્યું છે.