વિદ્યાર્થીઓએ ‘મતદાનના લાભાલાભ’ વિશે લખ્યા નિબંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે તા.19 જૂનના મતદાન થનાર છે. ત્યારે વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ જૂનાગઢ ગ્રામ્યની 41 પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ મતદાનના લાભાલાભ વિશે નિબંધ લખ્યા હતા.
- Advertisement -
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશીપેશન- જટઊઊઙ અંતર્ગત આયોજિત નિબંધ સ્પર્ધામાં 934 કેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને મતદાનના મહત્વ વિશે પોતાના મૌલિક વિચારો આલેખ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાને મતદાન જાગૃતિ માટેના વિશિષ્ટ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. મતદાન જાગૃતિની આ ઝુંબેશમાં પ્રાથમિક શાળાના શિક્ષકોએ પણ ગ્રામજનોને અચૂક મતાધિકારના ઉપયોગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.