જ્યારે ઝાડા-ઉલટીના 279, કમળાના 3 અને ટાઈફોઈડ તાવના 2 કેસ નોંધાયા
45,092 ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ફિલ્ડવર્કરો દ્વારા 798 ઘરોમાં ફોગીંગ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ચોમાસાની ઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. જેમાં શરદી-ઉધરસના 780, તાવના 957 અને ઝાડા-ઉલટીના 279, કમળાના 3 અને ટાઈફોઈડ તાવના 2 કેસ નોંધાયા છે. આ આંકડા 21 જુલાઈથી 27 જુલાઈ સુધીના છે. પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો પીછો છોડવા તૈયાર ન હોય તેમ દર્દીઓ સતત સામે આવી રહ્યા છે. લાંબા સમયથી મનપા દ્વારા પાણીજન્ય રોગચાળો અટકાવવા પ્રયાસ કરવામાં આવતા હોવા છતાં સતત છુટાછવાયા કેસો સામે આવી રહ્યા છે. રોગચાળાને અટકાવવા ક્લોરીનેશન વધારવા, પીવાનું અને ગટરનું પાણી મિક્સ થાય નહીં તે માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
- Advertisement -
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 21થી 27 જુલાઈ દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 45,092 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્વારા 798 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.
મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે મચ્છર ઉત્પતિ સબબ નોટિસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 672 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 111 અને કોર્મશીયલ 284 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે તથા 63 આસામીઓ પાસેથી મચ્છર ઉત્પતિ સબબ 38,650 નો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.