6 દિવસમાં 8 ડેન્ગ્યુના કેસ: બે મહીનામાં શરદી-ઉધરસના કેસ બે હજારને પાર, ઝાડા-ઊલટીના દર્દીઓમાં વધારો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઋતુજન્ય વાઇરલ તાવની સાથે ડેન્ગ્યુએ પણ દસ્તક દીધી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં જ માત્ર 6 દિવસમાં ડેન્ગ્યુના 8 કેસ નોંધાયા છે. જયારે બે મહીનામાં શરદી-ઉધરસના 2703 જેટલા કેસ સામે આવ્યા છે તો ઝાડા-ઊલટીના પણ 547 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 3 અને ચિકનગુનિયાનો પણ એક કેસ મનપાના ચોપડે નોંધાયો છે.
- Advertisement -
આ રોગચાળાના પગલે તા.13 થી તા.19 ફેબ્રુઆરી દરમ્યાન 6,537 ઘરોમાં પોરાનાશક અને 655 ઘરોમાં ફોગીંગ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી. માઉન્ટેન ફોગીંગ મશીનથી જે વિસ્તારમાં કામગીરી કરવામાં આવી તેમાં ભિચરીનાકા થી કેસરી પુલ સુધી, ખત્રીવાડ થી બેડીનાકા સુઘી, સી.એલ.એફ. સરકારી કવા., અમૃતપાર્ક, સમૃઘ્ઘી પાર્ક, ભવાનીનગર, મહેશ્વરી સોસા., દિપ્તીનગર, પુજાપાર્ક, મારૂતિનગર, સોનીબજાર, ખોડલઘામ રેસીડેન્સી, વ્રજભુમિ માલઘારી સોસા., ભોજલરામ સોસા., ગુલાબ ચોક તથા 5લંગ ચોક, ગુંદાવાડી આસપાસનો વિસ્તાર, ગુલાબવાટીકા, અમૃતપાર્ક, અનમોલ હાઇટસ, આર્ષવિદ્યા મંદિર, વસંતકુંજ તથા આસપાસનો વિસ્તાર, સખીયાનગર, શ્રી રામ સોસા., માટેલ સોસા., સ્વામીનારાયણ પાર્ક, શ્રી રામ ટાઉનશી5, સીતાજી ટાઉનશી5 સામેલ છે.
તંત્ર દ્વારા રહેણાંક સિવાય અન્ય 274 પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ સબબ રહેણાંકમાં 224 અને કોર્મશીયલ બાંધકામમાં 48 આસામીને નોટીસ અપાઇ હતી. ડેન્ગ્યુ અને મેલેરીયા રોકવા દિવસે કરડતા મચ્છરોથી બચવા, જમા પાણીનો નિકાલ કરવા, નિયમિત પાણી ભરેલા પાત્રો ખાલી કરવા સહિતની તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.