ખાસ-ખબર સંવાદદાતા
મનપાની રોગચાળાની સઘન કામગીરી છતાં પણ સમગ્ર વર્ષ દરમ્યાન મેલેરિયાના 50, ડેન્ગ્યુના 268 તેમજ ચિકનગુનિયાના 28 કેસો નોંધાયા હતા. જ્યારે શરદી-ઉધરસના 14690, સામાન્ય તાવના 4717, ઝાડા-ઉલટીના 4195, ટાઇફોઇડના 7, કમળાના 4 કેસો નોંધાયા હતા. જ્યારે છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યુનો 1, શરદી-ઉધરસના 279, સમાન્ય તાવના 53, ઝાડા-ઉલટીના 79 કેસો નોંધાયા હતા.
આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.26/12/22 થી તા.01/01/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 11,215 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી હતી, તથા 790 ઘરોમાં ફોગીંગ કામગીરી કરી હતી.
આ કામગીરી હેઠળ ગેલેકસી ટાઉન હીલ આસપાસનો વિસ્તાર, ગાયત્રીનગર, હરીવંદના કોલેજની આસપાસનો વિસ્તાર, સી.બી.આઇ. કવા., ઘાંચીવાડ, વર્ઘમાનનગર, સેતુબંઘ સોસા., વૈશાલીનગર મફતીયું, વૈશાલીનગર, અશ્રરવાટીકા, કૃષ્ણનગર, ગાંઘી સોસા., કનકનગર મેઇન રોડ તથા આસપાસનો વિસ્તાર, આંબેડકરનગર, રેલ નગર વિસ્તા, શિલ્પન નોવા આસપાસનો વિસ્તાર, હુડકો કવા. બી., ગુંદાવાડી, ન્યુ મુંજકા ગામ, સેન્ટ્રલ જી.એસ.ટી. ઓફીસર કોલોની (રેસકોર્ષ), નાળોદાનગર, પુજા પાર્ક, પુરૂષાર્થ સોસા. વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
રાજકોટમાં રોગચાળો વધ્યો: તાવ-ઝાડા-ઉલટીના 8000થી વધુ કેસ



