ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એશિયાનો સૌથી ઊંચો ગિરનાર રોપ-વે ની આજ રોજ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના ભાવ સાથે દર્શન પૂજન અર્ચન અને આરતી કરી હતી. ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના મંદિરે આજે વહેલી સવારે ગેવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પરિવાર સાથે માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી હતી. આ તકે તેમની સાથે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા નિલેશભાઈ ધુલેશિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અને માતાજીની સન્મુખ પૂજા અર્ચના બાદ મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ વતી પૂજારીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીનું માતાજીની ચુંદડી અર્પણ કરી અને આશીર્વાદ આપ્યા હતા.