ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર તાલુકો ગીર બોર્ડર નજીકનો તાલુકો છે.ત્યારે સિંહ અને દીપડાઓ તાલુકા આલિદર, અરીઠિયા, દેવલપુર, ઘાંટવડ સિંધાજ સહિત ના અનેક ગ્રામ્ય વિસ્તારમાં મોટેભાગે સામી સાંજે અથવા રાત્રી દરમ્યાન ચડી આવે છે. તાજેતરમાં તાલુકાના ઘાંટવડ ગામની સિમ ના ચકદળ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં રહેણાંક મકાન પાસે ગઈકાલે મોડી સાંજે દીપડા એ મહિલા ઉપર હુમલો કરી ફાડી ખાતા મહિલાનું કમકમાટીભર્યું મૃત્યુ થયાનાં બનાવની સાહી સુકાણી નથી ત્યાં ફરી ઘાંટવડ ગામ બસ સ્ટેન્ડ ચોક પાસે આવેલ ગામતળની વાડીમાં દીપડા એ રખડતાં કુતરાનો શિકાર કરતાં લોકોમાં ભય પ્રસરી જવા પામ્યો છે. ત્યારે આ અંગેની જાણ વન વિભાગને કરતા તેમના દ્વારા દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા છે પણ આ પાંજરામાં કોઈ પણ પ્રકારનું મારણ મુકવામાં ન આવતાં વનવિભાગ લોકોની મજાક કરવા માટે અથવા દેખાડો કરવા માટે કામગીરી કરતું હોય તેવો તાલ જોવા મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે ખાલી પાંજરા જોઈ લોકોમાં રમૂજ સાથે ચર્ચાતી વિગતો પ્રમાણે દીપડાને વન વિભાગ દ્વારા તાલીમ આપયેલ છે કે માત્ર પાંજરું જોવે એટલે આપ મેળે પુરાઈ જાય!
કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના આંટાફેરાથી લોકો ત્રાહિમામ
