નાગમાર્ગ વિસ્તારમાં સેનાએ 2 આતંકવાદીઓને ઘેરી લીધા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.12
- Advertisement -
જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના નાગમર્ગ વિસ્તારમાં મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અહીં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. છેલ્લા 7 દિવસમાં ઉત્તર કાશ્મીરમાં આ પાંચમું એન્કાઉન્ટર છે. અગાઉ બાંદીપોરા, કુપવાડા અને સોપોરમાં એન્કાઉન્ટર થયા હતા.
આ પહેલા 10 નવેમ્બરે કિશ્તવાડના કેશવાનના જંગલોમાં એન્કાઉન્ટર થયું હતું. અહીં 3-4 આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા, જે બાદ સેનાએ શોધખોળ કરી અને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહી દરમિયાન પેરા સ્પેશિયલ ફોર્સના 4 જવાનો ઘાયલ થયા હતા. નાયબ સુબેદાર રાકેશ કુમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે ત્રીજા દિવસે પણ અહીં સર્ચ ઓપરેશન ચાલુ છે.
છેલ્લા 2 દિવસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા છે. સુરક્ષા દળોએ નવેમ્બરના 10 દિવસમાં 8 આતંકીઓને ઠાર કર્યા છે. 8 નવેમ્બરે સોપોરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને 9 નવેમ્બરે એક આતંકવાદી માર્યો ગયો હતો. આ વિસ્તારોમાં સુરક્ષા દળો હાઈ એલર્ટ પર છે.
10 નવેમ્બર – કેશવાનના જંગલોમાં 3-4 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર પર સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. એન્કાઉન્ટર દરમિયાન સેક્ધડ પેરા એસએફ સૈનિક નાયબ સુબેદાર રાકેશ કુમાર શહીદ થયા હતા.
9 નવેમ્બર- રામપુરના જંગલમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારથી સુરક્ષા દળોનું સંયુક્ત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જવાબી ગોળીબારમાં આતંકવાદી માર્યો ગયો હતો.
8 નવેમ્બર- સોપોરમાં સુરક્ષા દળો દ્વારા 2 આતંકવાદીઓ માર્યા ગયા. સેનાએ સગીપોરા અને પાણીપોરામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સોપોરના આ વિસ્તારોમાં 7 નવેમ્બરની રાતથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. અહીં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાના સમાચાર હતા. કાશ્મીરના આઈજીપી વીકે બિરડીએ કહ્યું હતું કે ઓપરેશનમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.
7 નવેમ્બર- આતંકવાદીઓએ કિશ્તવાડના અધવારી વિસ્તારમાં 2 વિલેજ ગાર્ડની હત્યા કરી. પોલીસે જણાવ્યું હતું કે મુંજાલા ધાર જંગલમાં પશુઓ ચરાવવા ગયેલા વિલેજ ગાર્ડનું આતંકવાદીઓએ અપહરણ કરી તેમને ગોળી મારી હતી.
5 નવેમ્બર- પોલીસ અને સેનાના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.
3 નવેમ્બર- ટુરિસ્ટ રિસેપ્શન સેન્ચર પાસે વિલ્ફોટ થયો હતો. જેમાં 12 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.
1-2 નવેમ્બર – 36 કલાકની અંદર, શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા. શ્રીનગરમાં લશ્કરનો કમાન્ડર માર્યો ગયો હતો. અનંતનાગમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા હતા.