હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે આ ફ્લાઇટને તિરુવનંતપુરમ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવતા એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટીની ઘોષણા
કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર શુક્રવારે સંપૂર્ણ કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી. વાત જાણે એમ છે કે, હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે કલિકટથી દમ્મામ તરફ જતી ફ્લાઇટને તિરુવનંતપુરમ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ અહીં કટોકટીની ઘોષણા કરવામાં આવી હતી.
- Advertisement -
ન્યૂઝ એજન્સી અનુસાર આજે બપોરે 12.15 વાગ્યે ફ્લાઇટ એરપોર્ટ પર ઉતરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે, એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ IX 3 385માં 182 મુસાફરો હતા. કેલિકટથી ટેકઓફ દરમિયાન વિમાનની પાછળનો ભાગ રનવે સાથે ટકરાયો હતો. આ પછી ઉતાવળમાં પાઇલટ્સે અરબી સમુદ્રમાં ફ્લાઇટનું બળતણ ફેંકી દીધું અને વિમાનની સલામત ઉતરાણ કર્યું હતું.
#WATCH | Dammam bound Air India Express flight from Calicut diverted to Thiruvananthapuram due to technical reasons lands safely at the airport. A full emergency was declared at the Thiruvananthapuram airport for the landing of this flight pic.twitter.com/22EunuU0n5
— ANI (@ANI) February 24, 2023
- Advertisement -
શું કહ્યું એર ઈન્ડિયાએ ?
નોંધનીય છે કે, આ સમય દરમિયાન એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી અમલમાં રહી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસનું નિવેદન પણ આ ઘટના વિશે આવ્યું છે. એરલાઇન કંપનીએ કહ્યું છે કે,, ફસાયેલા મુસાફરોને આ ઘટનાને કારણે વૈકલ્પિક ફ્લાઇટ્સ દ્વારા દમ્મામ મોકલવામાં આવશે. આ ફ્લાઇટ બપોરે 30.30૦ વાગ્યે તિરુવનંતપુરમથી ઉડશે.