ટેસ્લાથી લઈને ટવીટર સુધીના ઔદ્યોગીક સામ્રાજ્યમાં હવે એલન મસ્ક વધુ એક સાહસ કરવા જઈ રહ્યા છે. માઈક્રોસોફટના ઓપન ઈન્ટેલીજન્સ ચેટ જીપીટીની સામે હવે એલન મસ્કે ટૂથ જીપીટી લોન્ચ કરવા જાહેરાત કરી છે.
માઈક્રોસોફટ સાથે જોડાયેલી આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સી સ્ટાર્ટઅપ ઓપન આઈ.એ. એ ચેટ જીપીટી લોન્ચ કર્યા બાદ હવે આ ક્ષેત્રે જબરી ધમાલ છે. ગુગલ પણ પોતાનું આ પ્રકારનું ચેટ-બોટ રજૂ કરવા માંગે છે પણ હજું તે પુરી રીતે તૈયાર નથી તે સમયે એલન મસ્કે તેની બે આઈ કંપની મારફત હવે ટૂથ જીપીટી રજૂ કરવાની જાહેરાત કરી છે.
- Advertisement -
ખુદ ટવીટ કરીને મસ્કે આ માહિતી આપી હતી. તેઓ ડરે છે. મારૂ આ જીપીટી મોડેલ ‘સત્ય’ આધારીત હશે અને તે સુરક્ષાના મુદે બહેતર હશે. એલન મસ્કે બે માસ પુર્વે જ એકસએઆઈ નામે એક કંપની પણ નવાડામાં રજીસ્ટર કરાવી છે. અગાઉ ખુદ મસ્કે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સીને ખતરનાક ગણાવ્યુ હતું અને તેઓ કહે છે મારુ ટૂથ-જીપીટીએ હકારાત્મક હશે.