મોરબી બાયપાસ રોડથી એઈમ્સ હોસ્પિટલ સુધી ડી.પી. રોડ બનાવવાની દરખાસ્ત
DI પાઇપલાઇન, ફૂડ કોર્ટની જગ્યા લીઝ પર આપવા, સ્પોર્ટસ કાર્નિવલનું બિલ, આરોગ્ય કેન્દ્રને રિનોવેશન સહિતની દરખાસ્તોનો સમાવેશ
- Advertisement -
ચૂંટણીની આચારસંહિતા ગમે ત્યારે લાગૂ થઈ શકે છે તે પહેલા વિકાસકામોની વણઝાર
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગણતરીના દિવસોમાં ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ત્યારે મતદારોને રીઝવવા માટે ચૂંટણીલક્ષી મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવારે મળવા જઈ રહી છે. આ વખતે રેકોર્ડબ્રેક 109 દરખાસ્તો પર નિર્ણય લેવામાં આવશે. જેમાં ડી.આઈ.પાઈપલાઈન, ફૂડ કોર્ટની જગ્યા લીઝ પર આપવા, સ્પોર્ટસ કાર્નિવલનું બિલ, આરોગ્ય કેન્દ્રને રિનોવેશન સહિતની દરખાસ્તોનો સમાવેશ થશે.
વોર્ડ નં-8માં કાલાવાડ રોડથી આત્મીય કોલેજ સુધી ડી.આઈ. પાઈપલાઈન નાખવા અંગે, વોર્ડ નં-4માં જૂના આરોગ્ય કેન્દ્રને અપડેટ કરવા, સ્ટ્રીટ લાઈટમાં પોલ નંબર નાખવા, વોર્ડ નં-3માં ડ્રેનેજ લાઈન નાખવા, વોર્ડ ઓફીસ બનાવવા અંગે અને મહત્વની મોરબી બાયપાસથી એઈમ્સ હોસ્પિટલ સુધી નવો રોડ બનાવવા માટે દરખાસ્ત મુકાશે.
- Advertisement -
મનપાનો ફૂડ કોર્ટ લીઝથી અપાશે
પશ્ર્ચિમ રાજકોટમાં 150 ફુટ રોડ ટચ અમીન માર્ગના ખૂણે આવેલી મનપાની જગ્યામાં અંતે ફૂડ કોર્ટ શરૂ કરવાનું મુહૂર્ત આવી ગયું છે. લાંબા સમયથી પડેલી આ તૈયાર જગ્યામાં હવે હાઇજેનિક અને બ્રાન્ડેડ ફૂડ સ્ટોલ શરૂ થશે. સોમવારે મળનારી સ્ટે.કમીટીની મીટીંગમાં આ અંગેની દરખાસ્ત આવી ગઇ છે. જે અંગે માહિતી આપતા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે ફૂડ કોર્ટની આ જગ્યા લીઝથી આપવા ઓફર મંગાવવામાં આવી હતી.