આવતીકાલથી લોકસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થવાનાં છે. ત્યારે કોંગ્રેસનાં મહાસચિવ આજે બનાસકાંઠાનાં પ્રવાસે છે. પ્રિયંકા ગાંધીનાં આગમન પહેલા કોંગ્રેસનાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
7 મે ના રોજ લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં યોજાવાનું છે. બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનાં પ્રચાર અર્થે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા પહોંચ્યા છે. પ્રિયંકા ગાંધીએ જગત જનની માં અંબાનાં જયઘોષ સાથે સભાની શરૂઆત કરી હતી.
- Advertisement -
गुजरात में राजपूत महिलाओं का अपमान किया गया। क्या PM मोदी ने उस प्रत्याशी पर एक्शन लिया?
आज देश में जहां भी महिलाओं पर अत्याचार हो रहा है, वहां BJP सरकार ने अपराधियों का साथ दिया है।
उन्नाव केस, हाथरस केस, महिला पहलवानों के मामले में BJP सरकार और मोदी जी ने कोई मदद नहीं की।… pic.twitter.com/Faegv8NHEO
- Advertisement -
— Congress (@INCIndia) May 4, 2024
અમે મહિલાઓ સાથે આવું અપમાન નહી થવા દઈએઃ પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ લાખણીમાં યોજેલ સભામાં પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અહીંયા રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન કરવામાં આવ્યું. તો પણ મોદીજી દ્વારા તે ઉમેદવારને હટાવ્યો ન હતો. અને આ રીતનું અપમાન અમે તમારી સાથે નહી થવા દઈએ. હાથરસમાં મહિલા સાથે અત્યાચાર થયો. મહિલાને સળગાવીને મારી નાંખવામાં આવી.
गुजरात में राजपूत महिलाओं का अपमान किया गया। क्या PM मोदी ने उस प्रत्याशी पर एक्शन लिया?
आज देश में जहां भी महिलाओं पर अत्याचार हो रहा है, वहां BJP सरकार ने अपराधियों का साथ दिया है।
उन्नाव केस, हाथरस केस, महिला पहलवानों के मामले में BJP सरकार और मोदी जी ने कोई मदद नहीं की।… pic.twitter.com/Faegv8NHEO
— Congress (@INCIndia) May 4, 2024
પ્રિયંકા ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા
બનાસકાંઠાનાં લાખણીમાં જનસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ભાજપનાં નેતાઓ કહે છે કે જીતીશું તો બંધારણ બદલી નાંખીશું. તેમજ અનામત પણ બંધારણમાં અપાયેલો એક અધિકાર છે. ભાજપ બંધારણમાં આપેલ અધિકારને ઓછા કરવા માંગે છે.
आज इस देश की जनता कह रही है कि ये चुनाव हमें बिजली, पानी, महंगाई, रोजगार के मुद्दे पर लड़ना है।
आज जनता पूछ रही है कि मोदी जी आपने 10 साल में हमारे लिए क्या किया?
: @priyankagandhi जी
📍 बनासकांठा, गुजरात pic.twitter.com/WVkvEfGuES
— Congress (@INCIndia) May 4, 2024
વીજળી, પાણી, રોજગાર તેમજ મોંધવારી પર ચૂંટણી લડવાની છેઃ પ્રિયંકા ગાંધી
આજે આ દેશની જનતા કહી રહી છે કે મારા મંચ પર આવ્યા છો તો મારા કામની વાત કરો. આજે આ દેશની જનતા કહી રહી છે કે મારે આ ચૂંટણી હિન્દુ-મુસલમાન પર નથી લડવાનું. મારે આ ચૂંટણીને વીજળી, પાણી, રોજગાર તેમજ મોંધવારી પર લડવાનું છે. આ દેશની જનતા કહી રહી છે કે બહુ સાંભળી લીધું તમારૂ ભાષણ તમારા ભાષણમાં એક શબ્દ અમારા માટે નથી. આ દેશની જનતા કહી રહી છે કે દસ વર્ષ અમે તમને પુરી સત્તા આપી તમે તે સત્તાનું શું. કર્યું તમે અમારી જીંદગીમાં પ્રગતિ લાવ્યા કે ન લાવ્યા. ત્યારે હવે જનતાને લાગી રહ્યુ છે કે દસ વર્ષ વીતી ગયા મોટી મોટી વાતો, સૌનો સાથ સૌનો વિકાસ….. કોનો વિકાસ થયો.
एक जमाने में प्रधानमंत्री गांवों में जाते थे तो लोग अपना हक मांगते थे।
मैं खुद राजीव गांधी जी के साथ जाती थी तो लोग उन्हें अपने काम के लिए डांट देते थे। तब ऐसी राजनीति थी।
इस राजनीति का आधार महात्मा गांधी जी ने डाला था। उन्होंने नेताओं को सिखाया कि जनता सर्वोपरि है।
देश में… pic.twitter.com/aNCcl9haoP
— Congress (@INCIndia) May 4, 2024
પ્રિયંકા ગાંધીએ દાદી તેમજ પિતાજી સાથેનાં સંસ્મરણ વાગોળ્યા
એક સમયમાં મોટા મોટા પ્રધાનમંત્રી હતા. તે તમારા ગામમાં તમારા ઘરે આવતા હતા. ત્યારે તમે લોકો તમારા હક્ક માંગતા હતા. હું મારા પિતાજી તેમજ મારા દાદી સાથે જોયું છે. હું યુપીનાં કોઈ નાના ગામમાં ગઈ હતી. જ્યાં મારૂ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતી. ત્યારે હું તે ગામમાં ગઈ ત્યારે એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું કે જ્યારે તમારા દાદી આવ્યા હતા. ત્યારે જે ખીર હાલ તમને ખવડાવી તેવી જ ખીર તેમને મેં ખવડાવી હતી. મારા પિતા જ્યારે કોઈ ગામમાં જતા હતા. ત્યારે કોઈ જગ્યાએ પાણી ન હતું. રોડ બન્યો ન હોય ત્યારે લોકો તેમને કહેતા કે અમે તમને ત્યારે વોટ આપશું. જ્યારે તમે અમારા ઘરે પાણી તેમજ રોડ બનાવશો. તે બાદ અમે તમને વોટ આપીશું. આ રાજનીતી હતી. આ રાજનીતીનો આધાર કોણે નાંખ્યો. ગુજરાતનાં સૌથી મહાન દીકરાએ નાંખ્યો. મહાત્માં ગાંધીજીએ બધા નેતાઓ પાસેથી સંપત્તિ છોડવાઈ. બધાને જમીન પર લાવ્યા. બધાને ગરીબોનાં ઘર સુધી લઈ ગયા. તેમજ જનતાએ સર્વોપરી છે.