ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને ત્રણ 3 તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 57 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ ચોરવાડ પાલિકામાં 76 ટકા મતદાન થયું હતું. તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં માત્ર 40 ટકા મતદાન થયું હતું.
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ગતગણતરી શરૂ કરવામાં આવી હતી. આ ગણતરી બાદ ચોંકવનારા પરિણામો સામે આવ્યા હતા. તમામ વોર્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ હતા. જેમાં 60 બેઠકોમાં ભાજપના ફાળે 48 બેઠક, કોંગ્રેસના ફાળે 11 બેઠક અને અપક્ષના ફાળે 1 બેઠક આવી હતી. જે બાદ મહાનગરમાં ભાજપનું શાસન યથાવત રહેશે.
- Advertisement -
કોંગ્રેસ ઉમેદવારના કેસરિયા
જૂનાગઢમાં કોંગ્રેસના હારેલા ઉમેદવારે કેસરિયા કર્યા હતા. જેમાં વોર્ડ નંબર-9ના કોંગ્રેસ ઉમેદવાર મહિપાલસિંહ બસિયા ભાજપમાં જોડાયા હતા. આ બાબતે સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ફંડ ન મળતા મહિપાલસિંહ નારાજ હતા. ત્યારે ચૂંટણીમાં હારી જતા તેઓએ કંટાળીને ભાજપમાં જોડાયા.
ચોરવાડ નગરપાલિકામાં ભાજપના ભગવા વિજય ઉત્સવ
- Advertisement -
ચોરવાડ નગરપાલિકામાં ભાજપની જીતને લઇ સાંસદ રાજેશ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ જીત ચોરવાડ વાસીઓની જીત છે, ચોરવાડ વાસીઓના સપના હવે પૂરા થશે. ચોરવાડને પ્રવાસન તેમજ જેટી નો વિકાસ કરવામાં આવશે. ત્યારે જીતને લઇ હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર
ચોરવાડ નગરપાલિકાના પરિણામે સૌને ચોંકાવ્યા હતા. જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઇ હતી. તેઓ વોર્ડ નંબર 3માંથી ચૂંટણી લડી રહ્યા હતા. ત્યારે વોર્ડ નંબર 3માં ગીર સોમનાથ ધારાસભ્ય વિમાલ ચૂડસમા સહિતની પેનલની હાર થઇ હતી.
જૂનાગઢ મહાપાલિકાના પરિણામમાં ઉલટફેર
જૂનાગઢ મનપમાં મોટો ઉલટફેર થયો છે. ગિરીશ કોટેચાના પુત્રની હાર થઈ છે. વોર્ડ-9માં કોંગ્રેસ ઉમેદવારે હરાવ્યા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના દીકરા પાર્થ કોટેચાની હાર થઇ હતી.
કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાઈ
આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાના કુલ 15 વોર્ડમાંથી બે વોર્ડ (3 અને 14) બિનહરીફ જાહેર થયા હતા. તો કુલ 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ (ભાજપ) જાહેર થઈ હતી. એમ 13 વોર્ડની કુલ 52 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે આજે મતગણતરી કરવામાં આવી હતી. જયારે રાજ્યની 66 નગરપાલિકાઓમાં કુલ 461 વોર્ડમાંથી 24 વોર્ડ બિનહરીફ જાહેર થયા હતા. તો કુલ 1844 બેઠકોમાંથી 167 બેઠકો બિનહરીફ છે, જેમાં 162 ભાજપની, 1 બેઠક કોંગ્રેસ અને 04 બેઠક અન્યને મળી છે. ત્યારે આજે 1679 બેઠકો પર ચૂંટણીનું પરિણામ આવ્યું હતું.
મતદારોમાં ઉદાસીનતા
ગત 2019 ની મહાનગર ની ચૂંટણીમાં 49.68 ટકા મતદાન થયું હતું. જ્યારે આ વખતે 2025 માં ઘટીને 44.23 ટકા મતદાન થયું છે. 5.36% મતદાનમાં ઘટાડો થયો છે. દરેક રાજકીય પક્ષોના ઉમેદવારો કાર્યકરો મતદારોના ઘરે ઘરે જઈ બારણા ખખડાવતા હતા. નેતાઓએ વાહનો દોડાવ્યા ફોન કર્યા ત્યારે માંડ 44.23% મતદાન થયું હતું. ત્યારે વાત કરીએ મતદારોની તો ક્યાંક ને ક્યાંક આગલા 5 વર્ષ માં ભાજપ નું શાસન હતું અને તમની કામગીરી ને લઇ જે લોકો એ પરેશાની ભોગવી હોય તેને કારણે મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હતી.