સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ફી વસુલી રહી છે તેની સામે પણ NSUI આગામી દિવસોમાં લડત લડશે
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર ભારત દેશમાં વિદ્યાર્થીઓના પ્રશ્ર્ને લડત અને સૌથી મોટું સંગઠન એટલે એનએસયુઆઈ (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા)ના પ્રમુખ નીરજ કુંદન તથા ગુજરાત એનએસયુઆઈના ઈન્ચાર્જ અંકુશ ભટનાગર તથા ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા રાજકોટના બ્રિજરાજસિંહ વી. રાણાનું રાજકોટના એનએસયુઆઈના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. જેઓ વિદ્યાર્થી કાળથી જ ધો. 11 અને 12માં હતા ત્યારથી એનએસયુઆઈના કાર્યકર તરીકે કાર્યરત હતા તેમજ શાળાઓના નાના-મોટા પ્રશ્ર્નો માટે હરહંમેશ લડત કરતા આવ્યા છે. તેમનો અભ્યાસ ધોરણ 11-12નો પરિશ્રમ સ્કૂલમાં પૂરો કરી ત્યારબાદ આત્મીય કોલેજમાં એફવાય બી.કોમ.માં પ્રવેશ લઈ ત્યાં કોલેજમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોને વાચા આપવાનું કામ કરતા હતા, તેમજ એનએસયુઆઈની વિચારધારા સાથે કોલેજના અસંખ્ય લોકોને એનએસયુઆઈમાં જોડ્યા હતા. ત્યારબાદ બ્રિજરાજસિંહ રાણા આત્મીય કોલેજના એનએસયુઆઈના પ્રમુખ તરીકે નિમણુંક આપેલ હતી ત્યારબાદ રાજકોટ શહેરમાં એનએસયુઆઈ દ્વારા ચાલતા આંદોલન જેમ કે સ્કૂલોનું એફઆરસી આંદોલન તેમાં પણ સક્રિય ભૂમિકા રહી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓમાં આંદોલન કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવ્યો હતો. રાજકોટ શહેરમાં એનએસયુઆઈનું સંગઠન વધુ મજબૂત બને તે માટે એમને થતી બધી જ મહેનત કરી હતી જે ધ્યાને રાખી ઓલ ઈન્ડિયા એનએસયુઆઈના પ્રમુખ અને ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ દ્વારા તેમની નિમણુંક કરવામાં આવી છે. અત્યારે હાલમાં આપણે રાજકોટમાં શિક્ષણમાં જે રીતે સેલ્ફ ફાઈનાન્સના યુગમાં જે રીતે યુનિવર્સિટીઓ ખુલી રહી છે જેમ કે રાજકોટમાં ભૂતકાળમાં એક માત્ર સરકારી યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાર્યરત છે જ્યારે આજરોજ રાજકોટમાં મારવાડી, આત્મીય, આર.કે. અને દર્શન યુનિવર્સિટી કાર્યરત છે જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ લુંટાઈ રહ્યા છે જ્યારે સરકારને આ 4 યુનિવર્સિટી હોવાથી રોજગારી નથી આપવી પડતી. કારણ કે જો સરકારી યુનિવર્સિટી કરવામાં આવે તો રોજગારી આપવી પડે અને સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીની મંજૂરી માટે સરકારમાં પૈસા ભરવા પડે જેથી સરકારને આવક થાય છે અને જે યુનિવર્સિટીઓને મંજૂરી મળે છે તે યુનિવર્સિટી વિદ્યાર્થી અને વાલીઓને લૂંટી રહી છે જેનું નુકસાન વાલીઓ અને વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. હાલના સમયમાં કોલેજોમાં જે રેગીંગના બનાવો બની રહ્યા છે અને હાલમાં જે બનાવ મારવાડી યુનિવર્સિટીમાં બન્યો અને બધી સેલ્ફ ફાઈનાન્સ યુનિવર્સિટીમાં આવા બનાવો થઈ રહ્યા છે. આવા બનાવોમાં હું વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે સિનિયર-જુનિયરનું ન રાખે અને ભાઈચારાની ભાવનાથી અભ્યાસ કરે અને જો આવા બનાવો બનશે તો એનએસયુઆઈ આક્રમક રીતે આવી યુનિવર્સિટી અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજો સામે લડત લડશે.
જે રીતે રાજકોટમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ફી વસુલી રહી છે તેની સામે પણ એનએસયુઆઈ આગામી દિવસોમાં લડત લડશે. આ નિમણુંકને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા તેમજ આદિત્યસિંહ ગોહિલ, નીતિનભાઈ ભંડેરી, હરપાલસિંહ જાડેજા, અલ્પેશ સાધરીયા, વૈશાલી સિંદે, યોગિતા વડોલિયા, રવિ જીતિયા, હિરલબેન રાઠોડ, આ સાથે એનએસયુઆઈના આગેવાનો પાર્થ બગડા, અંકિત સોંદરવા, આર્યન કનેરીયા, ધવલ રાઠોડ દ્વારા આવકારવામાં આવી હતી.