ધ કાશ્મીર ફાઈલ્સ વિશે થોડું જાણવા જેવું
– રૂચિર પંડ્યા
અમે કાશ્મીરને પાકિસ્તાન બનાવશું… પંડિતો વગર પરંતુ પંડિતાણીઓને સાથે રાખીને!
ફિલ્મ પૂરી થાય અને ઓડિયન્સ બહાર નીકળે ત્યારે એના વિશે વાતો કરે. કરુણ ફિલ્મ હોય ત્યારે આંખ ભીની હોય..પરંતુ ફિલ્મ The Kashmir Files માંથી ગઈ કાલે નીકળ્યા ત્યારે ઓડિયન્સ સ્તબ્ધ અને નિ:શબ્દ ! કાલ્પનિક હિંસા વાળી ફિલ્મ હોય અને The End થાય ત્યારે ઓડિયન્સ તરત એના પ્રભાવમાંથી બહાર આવી જાય. પરંતુ The Kashmir Files માંથી નીકળ્યા પછી સૌને ખ્યાલ હતો કે તેઓએ શું જોયું છે! અને એક એક દર્શકે એ શોષિત ઇતિહાસના દસ્તાવેજની આમન્યા રાખી. મૌન પાળીને. અને હા, 2:50 કલાકની આ ફિલ્મ એવી કે મટકું પણ ન મારી શકો ! ક્યારેક તો શ્વાસ પણ બે પળ માટે થંભી જાય. કોસ્મોપ્લેક્સ માં પ્લેનેટ ગ્રીન અને પર્પલ બંને જામ પેક!
ગઈકાલે રિલીઝ થયેલ ફિલ્મ The Kashmir Files રૂંવાડા ઉભા કરી દેતી, કાશ્મીરમાં પશુતાને પણ સારી કહેવડાવે એવી બર્બતતાથી લાખો હિંદુઓ,શીખો, દલિતો (ટૂંકમાં બિનમુસ્લિમો) ની કત્લે આમ, વટાળ પ્રવૃત્તિના આપણાં સુધી કદી ન ઉઘડેલ ઇતિહાસના પ્રકરણ સમી ફિલ્મ.
- Advertisement -
વર્ષોથી વિદેશી આક્રમણનો માર સહન કરતી ભારતની પ્રજા અને ખાસ તો વિશ્વના શ્રેષ્ઠ બૌદ્ધિકો, સંશોધકો, ચિકિત્સકો અને તત્વજ્ઞાનીઓ ધરાવતી કાશ્મીરી સંસ્કૃતિની ચિતાના છેલ્લા લાકડા જેવું 1989-90 દરમ્યાન થયેલું જેનોસાઈડ Genocide કેવું હતું એનો ચિતાર ફિલ્મ આપે છે. બોઝનીયા હર્ઝેગોવેનિયા કે પેલેસ્ટાઈનનો ઇતિહાસ ભારતમાં ઘણા જાણતા હશે. વિવેક અગ્નિહોત્રીએ આ ફિલ્મ માટે લાંબો સમય સંશોધન કર્યું છે. દસ્તાવેજી પુરાવા, મુલાકાતો પણ યોગ્ય રીતે ખપમાં લીધા છે.
કાશ્મીરી પંડિતો અને બિનમુસ્લિમોની સામૂહિક હત્યા જ્યાં થઈ એ બટમઝાર નામનું સ્થળ કે જ્યાં કતલ થયેલા પંડિતોની જનોઈથી એક નાનકડો પર્વત બન્યો હતો પણ એમનો આર્તનાદ એ સમયની જે તે ફાતડા સરકારોએ ધ્યાનમાં ન લઈ બિનસંવેદનશીલ નેતાગીરીનું વરવું ઉદાહરણ આપેલ.
આપણાં જ દેશમાં રહી આતંકવાદની દલાલી કરતા બૌદ્ધિકોને પણ આ ફિલ્મ બખૂબી ઉઘાડા પાડે છે. અને ચરમસીમા તો ત્યાં આવે કે વધારે પડતી સહિષ્ણુ એવી હિન્દૂ પ્રજાને માથે અસહિષ્ણુતાનું લેબલ ચીપકાવવામાં આવે! ઘોર ક્રૂરતા અને લોહીથી ત્રસત્રસતા અને મિઢી નેતાગીરી દ્વારા સિફતપૂર્વક કોરાણે મૂકી દેવાયેલ ઇતિહાસ ને ઉજાગર કરવાના કૃત્યને કોઈ નફરત ફેલાવાના પ્રયાસનું નામ આપે તોય કશો વાંધો નથી…મંજૂર છે. ધન્ય છે હાલની નેતાગીરીને કે આવો પ્રયાસ શક્ય બને છે.
- Advertisement -
આ ફિલ્મને અટકાવવાના પણ પ્રયત્નો આપણાં જ ઘરના ઘાતકીઓ દ્વારા થયેલા પણ ફાવ્યા નહીં. દરેક સાચા ભારતીયે જોવા જેવી ફિલ્મ. The Kashmir Files.