ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના જેતપર ગામે ‘મારા ભાઈ પર ગાડી કેમ નાંખી’ તેમ કહી આઠ જેટલા શખ્સોએ યુવાન પર હિંચાકારો હુમલો કર્યો હતો જે ઘટનાના સમગ્ર મોરબી પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને ગ્રામજનોએ ગામમાં સજ્જડ બંધ પાળી કલેકટર અને એસપીને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી જેને પગલે પોલીસે તુરંત એક્શનમાં આવીને આઠ આરોપીઓને દબોચી લીધા છે.
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા રાજેશભાઇ ભુદરભાઇ કંડીયા મોમાઈ કરીયાણાની દુકાન સામે પોતાના ઘરની બહાર સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં બેઠા હતા ત્યારે એક આરોપીએ આવીને ‘મારા ભાઈ પર ગાડી કેમ નાંખી’ તેમ કહી ગાળો ભાંડી હતી ઉપરાંત રાજેશભાઈની સ્વીફટ કાર પર ધોકો પછાડ્યો હતો અને રાજેશભાઈને આઠ જેટલા શખ્સોએ ઢોર માર મારીને ઈજા કરી હતી જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી.
- Advertisement -
મોરબી તાલુકા પોલીસે આ ગુન્હામાં અબ્દુલ ઉર્ફે કાનો નથુ કૈડા, ઈમ્તિયાઝ અબ્દુલ કૈડા, હબીબ કૈડા અને અકીલ હબીબ કૈડાને મંગળવારે રાત્રીના ઝડપી લીધા હતા જ્યારે ફિરોઝ અબ્દુલ કૈડા, તુફાન ઓસમાણ કૈડા, હુસેન ઓસમાણ કૈડા અને અસ્લમ હનીફ બુખારીને બુધવારે ઝડપી લેવામાં આવ્યા છે તેમજ પોલીસે મારામારીમાં વપરાયેલા હથિયારો પણ કબ્જે કર્યા છે અને તમામ આઠ આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.