ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.1
મુળી તાલુકાના સરલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભુજ ખાતે આવેલી રિઝનલસાયન્સ સેન્ટરની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. ડોક્ટર હોમી ભાભા લોક વિજ્ઞાન કેન્દ્ર સુરેન્દ્રનગરના સહયોગથી વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે જ્ઞાન વિકસે તેવા હેતુથી શાળાના બાળકોને ફ્રી પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાભ શાળાના 47 વિદ્યાર્થીઓએ લીધો હતો. આ સેન્ટરની મુલાકાત દરમિયાન નોનો ટેકનોલોજી, રોબોટિક સાયન્સ, ઊર્જા, બોન્સાઇ કલા વિજ્ઞાન, સબમરીન ટેકનોલોજી જેવા વિભાગોનો પરિચય મેળવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શિક્ષકગણ દ્વારા જહેમત ઉઠાવી હતી.
સરલા ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રિઝનલ સાયન્સ સેન્ટરની શૈક્ષણિક મુલાકાત લેવાઈ
