ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
વિસાવદર તાલુકાના સરસાઇ ગામે વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે પ.પૂ.મુકતાનંદ બાપુના અઘ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ધોરણ 9માં 40 વિદ્યાર્થીઓને હાઇસ્કૂલમાં એડમિશન આપીને આવકારવામાં આવ્યા હતા. તેમજ નિવૃત્ત થયેલ શિક્ષકોનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો. આ ત્રિવીધ કાર્યક્રમમાં સમારંભના મુખ્ય અતિથિ સચિવ ગુજરાત માઘ્યમિક શિક્ષણ અને ઉચ્ચ માઘ્યમિક શિક્ષબોર્ડ ગાંધીનગરના ડી.એસ.પટેલ તથા પ્રાંચ અધિકારી સી.બી.હીરવા તથા પત્રકાર સંઘના ગીજુભાઇ વિકમા, એસ.કે.સુરાણી, પૂર્વ આચાર્ય ફુલાભાઇ રિબડીયા સહિત ગ્રામજનો અને શાળા સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.