હેલ્પલાઇન 1800 233 5500 ટ્રોલ ફ્રી નંબર શરૂ થશે
આ હેલ્પલાઈન 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી ચાલશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી દિવસોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેના માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણ લેવામાં આવ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા ને ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.
આ માટે વિદ્યાર્થીઓની મૂંઝવણ અંગે તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 11 માર્ચ થી શરૂ થઈ રહી છે. જેમાં હેલ્પલાઇન 1800 233 5500 ટ્રોલ ફ્રી શરૂ થશે. સાથે જ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. આ હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ માર્ગદર્શન આપશે.વિદ્યાર્થીઓ અને વાલીઓ ને માર્ગદર્શન મળી રહે તે હેતુથી હેલ્પલાઇન 1800 233 5500 ટ્રોલ ફ્રી શરૂ થશે. તેમજ 8 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી ચાલશે. જેના સાથે જ વિદ્યાર્થીઓને પણ સૂચના આપવામાં આવશે.