તોતિંગ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો
ગૃહિણીઓને હવે રસોડામાં બાફેલુ રાંધવાનો વારો આવ્યો તેવા દિવસો આવ્યા છે. એક તરફ ગેસના બોટલના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યા હવે ખાદ્ય તેલના ભાવમાં પણ મોંઘવારી નડી છે. ખાદ્યતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.
નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ 2550થી વધીને 2600ની આસપાસ પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2500થી વધીને 2550 આસપાસ થયો છે. તેલના ભાવમાં સતત 6 મહિનાથી વધારો થઈ રહ્યો છે. એક તરફ, પેટ્રોલ-ડીઝલ અને તેલના ભાવમાં અધધ વધારો થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ હવે જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ પણ માઝા મૂકી રહ્યાં છે.
રસોડાના બજેટમાં રૂ 2 હજાર વધારો!
ગૃહિણીઓને હવે રસોડામાં બાફેલુ રાંધવાનો વારો આવ્યો તેવા દિવસો આવ્યા છે.
છેલ્લા પચ્ચીસ દિવસમાં સીંગતેલ અને સોયાબીન તેલના ભાવોમાં તોતિંગ ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સતત વધી રહેલા ખાદ્ય તેલોના ભાવોની અસર ગૃહિણીઓના બજેટ ઉપર પણ પડી છે. તેલના ડબ્બા પાછળભાવ વધારો થતા ગૃહિણીઓ પોતાના રસોડા પાછળ જે 10 હજારથી 12 હજારનો ખર્ચ કરતી હતી, તે વધીને હવે 12 થી 15 હજાર જેટલો ફાળવવો પડે છે. જેથી ખાદ્ય તેલોના વધેલા ભાવે ગૃહિણીઓને પણ મુશ્કેલીમાં મૂકી છે અને તેઓના માસિક બજેટમાં વધારો કર્યો છે. તમામ જીવન જરૂરિયાતી વસ્તુઓના ભાવ તોતિંગ વધી રહ્યા છે. દૂધ, પેટ્રોલ, શાકભાજી બાદ હવે તેલના ભાવ પણ લોકોને ટેન્શન કરાવી રહ્યાં છે.


