અખાદ્ય તેલનો જથ્થો મનપાએ સીલ કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને એક્સપાયરી ખાદ્યતેલનું વેંચાણ થતું હોવાની માહિતી અન્વયે રાજકોટ શહેરના મિલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી -16 કોર્નર રાજકોટ મુકામે આવેલી પરેશ પ્રોવિઝન સ્ટોરમાં એક્સપાયર થયેલ કુલ 156 નંગ બોટલનો જથ્થો નાશ કરાયો હતો. આ જથ્થો એક્સપાયરી ડેટ વીતી ગઇ હોય તેમ છતાં આશરે 8 માસ બાદ પણ વેંચાણ કરતાં હતા તથા વિશેષમાં બાકી રહેલી 152 લિટર (152 નંગ બોટલ) ખાદ્યતેલનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર ગણેશ ચતુર્થીના તહેવારોને અનુલક્ષીને ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, 80 ફૂટ રોડ વિસ્તાર તથા પરાબજાર પર આવેલ મીઠાઇ, મોદકનું વેચાણ કરતા ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં વૃંદાવન ડેરી ફાર્મ, ધર્મપ્રિય ડેરી ફાર્મ, યોગેશ્ર્વર ડેરી ફાર્મ, અશોક વિજય ડેરી ફાર્મ, સત્યમ ડેરી ફાર્મ, દિલીપ ડેરી ફાર્મ, નવનીત ડેરી ફાર્મ, માટેલ ડેરી ફાર્મ, નકલંક ડેરી ફાર્મ, ભારત ડેરી ફાર્મ, વિકાસ ડેરી ફાર્મ, ધારેશ્ર્વર ડેરી ફાર્મ, પુરષોતમ સ્વીટ માર્ટ, શિવશક્તિ સ્વીટ, મહેશભાઇ પેંડાવાળા, ભગત પેંડાવાળા, વજુભાઈ પેંડાવાળા, વિનોદભાઇ અંદરજીભાઇ કોટેચા, લીલાધર ખીંજીભાઇ પેંડાવાળા, અમરશીભાઇ ખીંજીભાઇ પેંડાવાળા, કામનાથ સ્વીટ માર્ટ, અશોકભાઇ પેંડાવાળાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી તથા 4 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ ઠપકારવામાં આવી હતી.