ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ મામલે પુછપરછ કરવા માટે સાંતમું સમન્સ મોકલ્યું છે. કેજરીવાલે આ પહેલા ઇડીને છઠ્ઠું સમન્સ મોકલી ચુકી છે, પરંતુ દિલ્હી મુખ્યમંત્રી કોઇના કોઇ કારણથી ઇડીની સામે હાજર થતા નહોતા. હવે તેમને સાતમું સમન્સ જાહેર કર્યા પછી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.
છ સમન્સ મોકલ્યા પછી પણ કેજરીવાલ ઇડીની સામે હાજર ના થયા
દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત મની લોન્ડ્રિંગના આરોપ લાગ્યા છે અને આ મામલામાં પૂછપરછ માટે ઇડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સમન્સ જાહેર કર્યું છે. આ પહેલા છેલ્લી 14 ફેબ્રુઆરીના ઇડીએ કેજરીવાલને પુછપરછ માટે સમન્સ મોકલ્યું હતું, પરંતુ કેજરીવાલે છઠ્ઠા સમન્સ પર ઇડીની સામે હાજર થયા નથી. આ પહેલા ગયા વર્ષે 2 નવેમ્બર, 21 ડિસેમ્બર અને આ વર્ષ 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીના પણ ઇડીએ કેજરીવાલને પુછપરછ માટે સમન્સ મોકલી ચુકી હતી.
- Advertisement -
ED issues seventh summon to CM Kejriwal to appear on Feb 26: Sources
Read @ANI Story | https://t.co/WchUc3SpGq#ED #ArvindKejriwal #DelhiLiquorScam pic.twitter.com/PgKM0HHZ5k
— ANI Digital (@ani_digital) February 22, 2024
- Advertisement -
શું છે આરોપ?
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવલા પર આરોપ છે કે, દિલ્હી સરકારે 2021-22 માટે એક્સાઇઝ નીતિ હેઠળ દારૂ સિવાયના વેપારીઓ માટે લાયસન્સ જાહેર કર્યા હતા, તેમણે આ માટે લાંચ આપી હતી અને સાથે જ મનપસંદ દારૂ વેપારીઓને લાયસન્સ આપ્યા હતા. જો કે આમ આદમી પાર્ટીએ આ આરોપોને ફગાવી દીધા હતા. દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ ઉચાપતના કારણે દારૂ નીતિને રદ કરવા કહ્યું હતું અને સીબીઆઇ તપાસની માંગણી કરી હતી. ઇડીએ પણ કથિત રીતે મની લોન્ડ્રિંગના આરોપોમાં કેસ દાખલ કર્યો હતો.