ઉર્જા મંત્રીના ઘરે મોડી રાત સુધી સર્ચ કર્યા બાદ EDએ તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા, જે બાદમાં તેમને સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા
તમિલનાડુના ઉર્જા મંત્રી વી સેંથિલ બાલાજી અને તેમના નજીકના સહયોગીઓના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે મની લોન્ડરિંગ તપાસને લઈ દરોડા પાડ્યા હતા. ચેન્નાઈમાં સેંથિલના ઘરે મોડી રાત સુધી સર્ચ કર્યા બાદ EDએ તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. જે બાદમાં તેમને ચેન્નાઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મંત્રી સેંથિલ કારમાં રડતા જોવા મળ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓમંડુરર સરકારી હોસ્પિટલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
- Advertisement -
તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ સુબ્રમણ્યમ અને રાજ્યના રમતગમત પ્રધાન ઉધયનિધિ સ્ટાલિન ઉર્જા પ્રધાન સેંથિલ બાલાજીને મળવા મોડી રાત્રે સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે. સેંથિલ બાલાજીની સારવાર ચાલી રહી છે. અમે આ મામલે કાયદાકીય મદદ લઈશું. તેમણે કહ્યું કે, અમે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ધમકીભરી રાજનીતિથી ડરવાના નથી. તમિલનાડુના કાયદા મંત્રી એસ રઘુપતિએ કહ્યું કે, સેંથિલ બાલાજીને નિશાન બનાવીને ટોર્ચર કરવામાં આવ્યા હતા. EDના અધિકારીઓ સતત 24 કલાક સુધી તેમની પૂછપરછ કરતા રહ્યા. આ સંપૂર્ણપણે માનવ અધિકાર વિરુદ્ધ છે. EDએ આનો જવાબ આપવો જોઈએ.
#WATCH | Tamil Nadu Electricity Minister V Senthil Balaji breaks down as ED officials took him into custody in connection with a money laundering case and brought him to Omandurar Government in Chennai for medical examination pic.twitter.com/aATSM9DQpu
— ANI (@ANI) June 13, 2023
- Advertisement -
સેંથિલ બાલાજી ICUમાં દાખલ
ડીએમકેના સાંસદ અને સેંથિલ બાલાજીના વકીલ એનઆર એલાન્ગોએ કહ્યું કે સેંથિલ બાલાજીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તબીબો તેમની તબિયત તપાસી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ડોકટરોએ તમામ ઇજાઓ નોંધવાની જરૂર છે. રિપોર્ટ્સ જોયા બાદ જ ઈજા વિશે જાણી શકાશે. તેમણે કહ્યું કે અમને સત્તાવાર રીતે ED દ્વારા સેંથિલની ધરપકડ વિશે જાણ કરવામાં આવી નથી.
ગયા મહિને સુપ્રીમ કોર્ટે પોલીસ અને EDને તપાસની પરવાનગી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ મંત્રીના નિવાસસ્થાનની તપાસ કરવામાં આવી હતી. ગયા મહિને આવકવેરા વિભાગે બાલાજીના નજીકના મિત્રોના ઘરે દરોડા પાડ્યા હતા.
#WATCH | Tamil Nadu Health Minister Ma Subramanian and State Sports Minister Udhayanidhi Stalin arrive at Chennai's Omandurar Government Hospital to meet State Electricity Minister V Senthil Balaji, who has been brought here by ED https://t.co/Oe4crk8Ota pic.twitter.com/JAyHcK1v2S
— ANI (@ANI) June 13, 2023
EDની તપાસ દરમિયાન બાલાજીએ કહ્યું હતું કે, તે તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે. તેમણે કહ્યું અમે જોઈશું કે તેઓ અહીં દરોડા માટે કયા ઈરાદા સાથે આવ્યા છે અને તેઓ શું શોધી રહ્યા છે. તેને ખતમ થવા દો. બાલાજીએ અધિકારીઓને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, દસ્તાવેજોના આધારે તે અધિકારીઓ જે કંઈ માંગશે તે આપશે. મંત્રીએ જણાવ્યું કે, સવારે તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને દરોડાની માહિતી મળતાં તેઓ ટેક્સી લઈને પોતાના ઘરે પાછા આવ્યા હતા. દરોડા દરમિયાન EDના અધિકારીઓ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો પણ હાજર હતા.