ઇડીએ ગઇકાલે ઝારખેડના મુખ્યમંત્રી હેમંત સીરેનના દિલ્હીમાં આવેલા રહેઠાણ પર રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન હાજર મળ્યા નહોતા, પરંતુ ઇડીની ટીમે ભારે માત્રામાં બંગલામાંથી રોકડા જપ્ત કર્યા હતા. ઇડીના અધિકારીઓએ જણાવ્યું કે, હેમંત સોરેનના બંગલામાંથી 36 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા, સાથે જ બે લગ્ઝરી કાર પણ જપ્ત કરી હતી.
Enforcement Directorate yesterday seized two luxury cars from the Delhi residence of Jharkhand CM Hemant Soren, during the probe into a money laundering case linked to an alleged land scam pic.twitter.com/lHhTg0Vlbj
- Advertisement -
— ANI (@ANI) January 30, 2024
દિલ્હીના રહેઠાણમાંથી ઇડીને કેટલાક મહત્વના દસ્તાવેજો મળ્યા
ઇડીએ દક્ષિણ દિલ્હીમાં આવેલા હેમંત સોરેનના બંગલા પર રેડ પાડી અને ઇડીની ટીમ લગભગ 13 કલાકથી બંગલામાં હાજર છે. ઇડીની ટીમ ઝારખંડમાં જમીન કૌભાંડમાં થયેલા કથિત મની લોન્ડ્રિંગના કેસમાં પૂછપરછ માટે હેમંત સોરેનના બંગલા પર પહોંચી હતી. ઇડીના બંગલામાંખી રોકડની સાથે જ એક હરિયાના નંબર વાળી બીએમડબ્લ્યૂ કાર અને એક બીજી કારની સાથે જ કેટલાક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, હેમંત સોરેને ઇડીને જણાવ્યું કે, તેઓ આવતી કાલે પોતાના રાંચીમાં આવેલા રહેઠાણ પર મળશે.
- Advertisement -
तलाश है झारखंड के गुमशुदा मुख्यमंत्री की…
जिन किसी भी सज्जन को यह व्यक्ति दिखें तो, दिए गए पते पर तुरंत सूचित करें।
सही जनकारी देने वाले को 11 हजार रुपये नगद राशि दी जाएगी। pic.twitter.com/9nvFhVQlnl
— Babulal Marandi (@yourBabulal) January 30, 2024
જેએમએમની આજે મહત્વની બેઠક
ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડના મુક્તિ મોર્ચાએ પોતાના તમામ વિધાયકોને રાંચી છોડીને જવા પર મનાઇ ફરમાવી છએ. સાથએ જ જેએમએમના રાજ્યના હાલના રાજનૈતિક વાતાવરણને પર ચર્ચા માટે મંગળવારના રાંચીમાં મહત્વની બેઠર બોલાવવામાં આવી. જ્યાં ભાજપના મુખ્યમંત્રી હેમંત સોરેનને ભગોડા જાહેર કર્યા છે અને મુખ્યમંત્રીના વિશે જાણકારી આપનાર 11 હજાર રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી દીધી છે. ભાજપના સીએમ રાજ્યની પ્રતિષ્ઠા ઘટવાનો આરોપ પણ લગાવ્યો છે.