આખાં દેશમાં આર્થિક ગેરરીતિ મામલે રેઇડ કરતાં EDની આબરૂ ધૂળધાણી
કેસ સેટલ કરવો હોય તો 5 કરોડ આપો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
ભ્રષ્ટાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. EDના ડેપ્યુટી ડાયરેક્ટર જ લાંચ લેતા ઝડપાયા છે. ઊઉના આ ડેપ્યુટી ડાયરેક્ટરનું નામ ચિન્તન રઘુવંશી છે. ચિંતન રઘુવંશીને 20 લાખ રૂપિયાની લાંચ લેતા CBIએ રંગે હાથ પકડ્યો છે. તે એક બિઝનેસમેન પાસે મની લોન્ડ્રિંગ (PMLA) કેસને સેટલ કરવાના બદલામાં લાંચ માંગતો હતો.
સૂત્રો અનુસાર, આરોપી EDના ડેપ્યુટી ડાયરેક્ટર ચિન્તન રઘુવંશીએ બિઝનેસમેન પાસે 5 કરોડ રૂપિયાની લાંચની માંગ કરી હતી. બાદમાં આ સોદો 2 કરોડમાં નક્કી થયો હતો. તે શુક્રવારે પ્રથમ હપ્તા તરીકે 50 લાખમાંથી 20 લાખ રૂપિયા લેતા ઝડપાયો હતો. આ ઘટના ઓડિશાના પાટનગર ભૂવનેશ્વરની છે જ્યાંEDની એક ટીમ સર્ચ ઓપરેશન માટે ગઇ હતી. આ દરમિયાન આ લાંચની ઘટના સામે આવી છે. ચિન્તન રઘુવંશી CBI અધિકારી છે અને તેને CBIએ ફરિયાદ મળ્યા બાદ ટ્રેપ કરીને પકડ્યો હતો. ઈઇઈંના અધિકારીઓ અનુસાર, ડેપ્યુટી ડાયરેક્ટર રઘુવંશીએ પીડિત બિઝનેસમેનને મની લોન્ડ્રિંગ કેસમાં રાહત આપવા માટે લાલચ આપી હતી જેના બદલામાં ભારે રકમ લાંચ તરીકે માંગવામાં આવી હતી. બિઝનેસમેને જેવો જ પ્રથમ હપ્તો આપ્યો, CBIએ જાળ પાથરીને તેને પકડી લીધો હતો. ઈઇઈંએ રઘુવંશીની ધરપકડ કરી છે અને હવે તેની પૂછપરછ ચાલી રહી છે. આ ઘટના સામે આવતા જED જેવી સંસ્થાની સાખ પર સવાલ ઉભા થયા છે જે દેશભરમાં આર્થિક ગુનાઓ અને મની લોન્ડ્રિંગ જેવા કેસની તપાસ કરે છે.