મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા
દિલ્હીના આજે દારૂ કૌભાંડમાં દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે એટલે કે મંગળવારે EDએ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જોકે મહત્વની વાત એ છે કે, હવે EDના દરોડામાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાનું ઘર સામેલ નથી.
- Advertisement -
Enforcement Directorate (ED) conducting raids in Delhi Excise Policy case. Searches are going on in Delhi and multiple cities in Uttar Pradesh, Punjab Haryana, Telangana, and Maharashtra: Sources pic.twitter.com/dl2aaejcaQ
— ANI (@ANI) September 6, 2022
- Advertisement -
EDએ આજે મંગળવારે સવારે મેસર્સ ઈન્ડો સ્પિરિટ્સના એમડી સમીર મહેન્દ્રુના ઠેકાણા પર પણ દરોડા પાડ્યા છે. સમીર મહેન્દ્રુ દિલ્હીના જોરબાગ વિસ્તારમાં રહે છે. જોકે તેમના પર મેસર્સ રાધા ઇન્ડસ્ટ્રીઝના રાજેન્દ્ર પ્લેસ ખાતે યુકો બેંકના ખાતામાં રૂ. 1 કરોડ ટ્રાન્સફર કરવાનો આરોપ છે.