ઇકોઝોન વિરુદ્ધમાં મોટી મોણપરી ખાતે શનિવારે વિશાળ જનસભા
સરકાર ઇકોઝોન નાબૂદ ન કરે ત્યાં સુધી લડત: પ્રવીણ રામ
ગામે ગામ ખાટલાં પરિષદ યોજી ખેડૂતોને જાગૃત કરવાનું અભિયાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સેટિવ ઝોન લાગુ કરવા એક નોટિફિકેશન જાહેર કર્યું ત્યારથી ઇકોઝોન નાબૂદ કરવા જૂનાગઢ જિલ્લા સાથે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લના ખેડૂતો અને રાજકીય પક્ષના આગેવાનો દ્વારા વિરોધ કરી રહ્યા છે.અનેક ત્રણ જિલ્લના તાલુકામાં તેમજ ગ્રામ્ય કક્ષા સુધી સંમેલન યોજી વિરોધ પ્રદર્ષિત કરીને ઇકોઝોનના કાળા કાયદા સામે લડતના મંડાણ ચાલુ રાખવામાં આવશે તેમ આપ નેતા પ્રવીણ રામે જણાવ્યું છે.જ્યાં સુધી સરકાર ઇકોઝોન નાબૂદ નહિ કરે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે જેના ભાગરૂપે આવતીકાલ શનિવારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે બપોરે 1 વાગ્યે એક ખેડૂતોની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇકો સેન્સેટિવ ઝોન સરકારે ત્રણ જિલ્લાના 127 ગામનો સમાવેશ કરવામાં આવતા ત્યારથી ખેડૂતોમાં મોટાપાયે રોષ પ્રગટ થયો છે.છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારે ઇકોઝોન નાબૂદ કરવા આંદોલન ચલાવી રહ્યા છે.ત્યારે ઇકોઝોન નાબૂદના પ્રણેતા પ્રવીણ રામ દ્વારા તાલાલા સહીતના અનેક ગામોમાં હાલ ખાટલા પરિષદ યોજી લોકોને વધુમાં વધુ જાગૃત કરવામાં આવી રહ્યા છે.
અને કાલે શનિવારે મોટી મોણપરી ગામના સરદાર ચોકમાં વિશાળ જનસભામાં ઇકોઝોન નાબુદીની લડાઈમાં વધુ ને વધુ ખેડૂતો અને રાજકીય આગેવાનો જોડાઈ તેના માટે આહવાન કરવામાં આવી રહ્યું છે. ઇકો સેન્સેટિવ ઝોનને નાબૂદ કરવા અને તેનો વિરોધ કરવા અને આ લડતને યથાવત રાખવા હાલ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના અનેક ગામડાઓ ખુંદી રહ્યા છે અને ખાટલા પરિષદ યોજી લોકોને જાગૃત કરી રહ્યા છે.જેમાં ઈકોઝોનમાં સમાવિષ્ઠ કરેલ 196 ગામના ખેડૂતોને ઉપસ્થિત રેહવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.હાલ તો જેરીતે ઇકોઝોન લડાઈને યથાવત રાખવા સાથે વધુ મજબૂત કરવા પ્રવીણ રામ આ લડતના મંડાણ જ્યાં સુધી ઇકોઝોન હટે નહિ ત્યાં સુધી એક પછી એક કાર્યક્રમ આપીને સરકારને જાગૃત કરવા પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે.એવા સમયે ગ્રામ્ય કક્ષાએથી ઇકોઝોન નાબૂદ કરવા જે રીતે વિરોધ થઇ રહ્યો છે.ત્યારે સરકાર માટે ઇકોઝોન ગળાનો ગાળ્યો બન્યો છે. ઇકોઝોન વિરુદ્ધમાં વિસાવદરના મોટી મોણપરી ગામે તા.28 ડિસેમ્બર, શનિવારના રોજ બપોરે 1 વાગ્યે વિશાળ જનસભા યોજાશે જેમાં ઇકોઝોનની લડતના પ્રણેતા અને આપનેતા પ્રવીણ રામ તેમજ વિસાવદરના આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલિયાએ જનસભામાં દરેક પક્ષના નેતાને આ સભામાં ઉપસ્થિત રહે તેમજ જનસભાને સફળ બનાવવા માટે વિસાવદર અને તાલાલામાં ગામડે ગામડે આમ આદમી પાર્ટીના કાર્યકરો મિટીંગો લઈ રહ્યા છે.આ સભાને સફળ બનાવવા વિસાવદરમાં આમ આદમી પાર્ટીના હરેશભાઈ સાવલીયા,કૈલાશભાઈ ,ભદ્રેશભાઈ કરી તેમજ અન્ય આગેવાનો તેમજ તાલાલાનાં પ્રવીણ રામ અને ડી બી સોલંકી દ્વારા ખાટલા બેઠક યોજવામાં આવી રહી છે.



