સારી ઊંઘ લેવી એ સારા સ્વાસ્થ્ય માટે અતિ મહત્વનું છે.તે કેટલીક લાંબી બીમારીઓ થવાનું જોખમ ઘટાડે છે. મગજને સ્વસ્થ રાખે છે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. સામાન્ય રીતે દરરોજ રાત્રે 7 થી 9 કલાકની ગાઢ નિંદ્રાએ દરેક વ્યક્તિના સારા સ્વાસ્થ્ય માટે અતિ મહત્વનું છે. જો આહારમાં અને આપણી જીવનશૈલીમાં થોડા પરિવર્તન કરવામાં આવે તો ખુબ સારી ઊંઘ કરી શકીયે છીએ.
બદામ : બદામએ મેલાટોનિનનો રિચ સ્ત્રોત છે. તથા ઊંઘમાં વધારો કરવા માટે ઉપયોગી ખનીજ મેગ્નેશિયમનો પણ ખુબ મોટો સ્ત્રોત છે.આ બંને ગુણધર્મો સારી ઊંઘ માટે ખુબ ઉપયોગી છે.
- Advertisement -
Chamomile Tea : તે એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે જે ઊંઘને પ્રોત્સાહન આપે છે.
કીવી : કીવી ફળ એ સેરોટોનિન અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે જો તેને સુવા પહેલા ખાવામાં આવે તો તે ઊંઘની કવોલિટીને સુધારી શકાય છે.
ચેરી : ચેરીના રસમાં નિદાને પ્રોત્સાહન આપતા હોર્મોન્સ મેલાટોનિન હોય છે માટે ચેરીના જ્યુસએ સારી ઊંઘ માટે ઉપયોગી છે.
- Advertisement -
અખરોટ : અખરોટમાં રહેલા મેલાટોનિન અને સારી ગુણવતા વાળા ફેટ રહેલા છે જે સારી ઊંઘ માટે ઉપયોગી છે.
Passion Flower tea : પેશનફ્લાવર ચામાં એપીજેનિન હોય છે.તેમાં ૠઅઇઅ ગામા એમિનોબ્યુટીરિક એસિડનું ઉત્પાદન કરવાની ક્ષમતા હોય છે.જે સારી ઊંઘ માટે ખુબ ઉપયોગી છે.
સફેદ ભાત : સફેદ ભાતએ સારી ઉંઘ માટે જે વ્યક્તિઓને ઊંઘ ન આવતી હોય તેમના માટે સુતા પહેલા લેવા ખુબ ઉપયોગી છે. કારણકે સફેદભાતની ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ખુબ વધારે હોય છે અને તે ઊંઘને પ્રોત્સાહન આપે છે.
ડેરી ઉત્પાદનો : દૂધ, પનીર, ચીઝ, દહીએ ટ્રાયપ્લોટોફેનના જાણીતા સ્ત્રોત છે.ખાસ કરીને વ્યસ્કો માટે દૂધ એ સારી ઊંઘ માટે રામબાણ ઈલાજ છે. કેળા-કેળાની છાલમાં ટ્રિપ્ટોફન હોય છે અને કેળા મેગ્નેશીયમનો ખુબ રિચ સ્ત્રોત છે.આ બંને ગુણધર્મો એ સારી ઊંઘ માટે ઉપયોગી છે.
એલચી કેસરસૂંઠપીપળી મુળના ગંઠોળા : દૂધ સાથે આ દરેક વસ્તુઓ લેવાથી તે સારી ઊંઘ માટે ડ્રગ જેવું કાર્ય કરે છે. આ દરેક ઊંઘ વધારનારા ખોરાકના ફાયદાઓ મેળવવા માટે સુવાના સમય કરતા 2 થી 3 કલાક પહેલા તેનું સેવન કરવું જોઈએ.
સુતા પહેલા તુરંતજ જો તેનું સેવન કરવામાં આવે તો એસિડ રિફ્લક્સ જેવા પાચક પ્રશ્નો થઇ શકે છે. પૂરતી ઊંઘ લેવી એ સારા સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. ઉપર આપેલ દરેક ખોરાકમાં સ્લીપરેગ્યુલેટિંગ હોર્મોન્સ તથા મેલાટોનિન અને સેરાટોનિન ઉપયોગ ખાસ કરવો જોઈએ સારી અને પૂરતી ઊંઘ એ સારી સ્કિન,અંડર આઈ બ્લેક સર્કલ,એજીંગ રોગપ્રતિકારક શક્તિ તથા આખા દિવસની સ્ફૂર્તિ માટે ખુબ જરૂરી છે. માટે બધી ચિંતાઓ છોડી ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ કરવી જ જોઈએ Let Your Food Made Your Medicine.