રાજસ્થાનના સપ્લાયર સુધી પહોંચવા રિમાન્ડ મેળવવા પોલીસની તજવીજ
ખાસ-ખબર સંવાદદાતા
પૂર્વ કચ્છ એસઓજી પોલીસે અંજારના મેઘપર બોરીચીમાં પુરૂષોત્તમનગરમાં દરોડો પાડી નશાનો કારોબાર ચલાવતા દંપતીને 1.12 કરોડના કેફિ દ્રવયોના જથ્થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે આ કેફી દ્રવ્ય હેરોઇન અને અફીણ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાંચેક મહિના પૂર્વે રાજસ્થાનના બાડમેરથી અંજારમાં પુરસોતમનગરમાં રહેવા આવેલ જગદીશ ગંગાવિશન બિશનોઈ અને તેની પત્ની વિજયારાજે છૂટકમાં કેફી દ્રવયોનો વેપાર કરતાં હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડયો હતો. પોલીસના દરોડા દરમિયાન બ્રાઉન કલરના ગાંગડામાં 48.98 લાખ રૂ.નું 97.960 ગ્રામ હેરોઇન, 62.57 લાખ રૂપિયાનો ક્રિમ કલરનો હેરોઇન પાવડર અને 5309 રૂપિયાનો કાળા કથાઈ કલરનો અફીણનો રસ મળી 1 કરોડ 12 લાખ 20 હજાર 809 રૂપિયાનો હેરોઈનનો જથ્થો કબજે કરી દંપતિની ધરપકડ કરી હતી. આ કેફિ દ્રવ્ય બાડમેર રાજસ્થાનથી મોકલનાર સંજય બિશનોઇ ઉપરાંત તપાસમાં જે નીકળે તેની સામે ગુનો નોંધી ગાંધીધામ એ ડિવિઝન પોલીસના પીઆઈ એમ.એન. દવેએ વધુ તપાસ અર્થે દંપતીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પૂર્વ કચ્છ SOGએ અંજારમાંથી 1.12 કરોડના હેરોઇન સાથે દંપતીને ઝડપી લીધું
