ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં જોરદાર ભૂકંપના અનુભવાયા છે. આ ભૂકંપના કારણે 20 લોકોની મૃત્યુના સમાચાર સામે આવ્યા છે, જયારે 300થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇન્ડોનેશિયાના મૌસમ અને જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ 10 કિલોમીટર ઉંડું છે.
અચાનક આવેલા ભૂકંપના કારણે બિલ્ડિંગમાં આવેલી કેટલીય ઓફિસોમાં રહેલા ફર્નિચર હલવા લાગ્યા, જેથી લોકોમાં ભાગદોડ મચી ગઇ.
- Advertisement -
Nearly 20 people have been killed and at least 300 injured in an earthquake that rattled Indonesia's main island of Java, reports AFP citing local official
— ANI (@ANI) November 21, 2022
- Advertisement -
છેલ્લા કેટલાય સમયથી એશિયાના કેટલાય દેશોમાં ભૂકંપ ચાલુ છે. ઇન્ડોનેશિયામાં જકાર્તાથી પહેલા જાપાનમાં ટોબા, ભારતમાં દિલ્હી, પંજાબ, અરૂણાચલ પ્રદેશ, આસામ, નેપાળના મધ્યક્ષેત્રમાં અને બીજા કેટલાય દેશોમાં પણ છેલ્લા કેટલાય સમયથી ભૂકંપની ઘટનાઓ સામે આવી છે.
2 દિવસ પહેલા આવ્યો હતો જોરદાર ભૂકંપ
આ પહેલા પશ્ચિમી ઇન્ડોનેશિયામાં શુક્રવારે રાત્રે સમુદ્રની નીચે જોરદાર ભૂકંપ આવ્યો હતો, પરંતુ કોઇ જાનમાલના નુકસાનના સમાચાર નથી. યુએસ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી, જ્યારે તેનું કેન્દ્ર 25 કિમીની ઊંડાઈએ દક્ષિણ બેંગકુલુથી 202 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ પછી 5.4ની તીવ્રતાનો વધુ એક આંચકો આવ્યો હતો, એમ યુએસજીએસએ જણાવ્યું હતું. ઇન્ડોનેશિયાની હવામાન વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી અને જિયોફિઝિક્સ એજન્સીએ સુનામીની ચેતવણી જારી કરી નથી. યુએસજીએસએ જણાવ્યું હતું કે, જાનમાલના ગંભીર નુકસાનની સંભાવના ઓછી છે. આ પહેલા રવિવારે રાત્રે ગ્રીસના તટીય વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.