ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિ કલ્યાણ પ્રભાગ તથા સંલગ્ન નિગમોની વિવિધ યોજનાઓ હેઠળ કુલ 18,84,551 લાભાર્થીઓને ₹393.90 કરોડની શૈક્ષણિક અને યોજનાકીય સહાય તથા લોનનું ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 17,44,360 લાભાર્થીઓને ₹366.07 કરોડની સહાય ચૂકવવામાં આવી. જેમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું, સાત ફેરા સમૂહ લગ્ન અને વિદેશ અભ્યાસ લોન જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
કુલ 1,40,191 લાભાર્થીઓને ₹27.83 કરોડની સહાય ચૂકવવામાં આવી. આ સહાયમાં પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ, ડો. આંબેડકર આવાસ યોજના, કુંવરબાઈનું મામેરું અને વિદેશ અભ્યાસ લોન જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.
મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, સરકારનો સંકલ્પ રાજ્યના તમામ નાગરિકોને પારદર્શિતાથી યોજનાકીય લાભ આપવાનો છે, અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે મહિલાઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગો અને વંચિતો સહિત સમાજના તમામ વર્ગોનો સર્વાંગી વિકાસ થાય તે સૌની સહિયારી જવાબદારી છે. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
53 હજાર આંગણવાડી બહેનોએ સેનાના જવાનો માટે 3.5 લાખ રાખડીઓ મોકલી
- Advertisement -
અનોખી પહેલને ‘ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું
રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતની 53,000 થી વધુ આંગણવાડીની બહેનોએ દેશની સરહદોની રક્ષા કરતા સેનાના જવાનો માટે કુલ 3.5 લાખ રાખડીઓ બનાવીને મોકલી છે. ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના સાથે કરવામાં આવેલી આ અનોખી પહેલને ’ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ રાખડીઓનો રક્ષાસૂત્ર કળશ ગાંધીનગર ખાતે સરહદી દળોના જવાનોને પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું કે, આ રાખડીઓ વીર જવાનોની રક્ષાનું કવચ બની રહેશે અને આ તહેવારને રાષ્ટ્રભક્તિમય બનાવશે. આ રક્ષાસૂત્ર કળશનો આર્મી, ઇજઋ, ઈછઙઋ અને ગઉછઋના જવાનોએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના સચિવ ડો. વિક્રાંત પાંડે, મહિલા અને બાળ વિકાસ સચિવ રાકેશ શંકર સહિત અનેક વરિષ્ઠ અધિકારીઓ અને આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહી હતી.